• Home
  • News
  • નેપાળમાં 6 લોકો સાથે સવાર હેલિકોપ્ટર ક્રેશ, ઉડ્ડયન મંત્રાલયે આપી માહિતી
post

સુચના અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, હેલીકોપ્ટર સોલુખુમ્બુ થી કાઠમંડુ જઈ રહ્યુ હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-11 18:25:48

નેપાળમાં પાંચ વિદેશી નાગરિકો સાથે ઉડી રહેલું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. જેમા સવાર 5 વિદેશી નાગરિકો સહિત 6 લોકોના મોત  થયા હતા. નેપાળ પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે, સર્ચ ઓપરેશન દળે હેલીકોપ્ટરનો કાટમાળ કબજે કર્યો હતો. આ સાથે પાંચ મૃતદેહને પણ શોધી કાઢવામાં આવ્યા હતા. કોશી પ્રાંત પોલીસના DIG રાજેશનાથ બસ્તોલા વધુ માહિતી આપતા કહ્યુ હતું કે હેલીકોપ્ટર લિખુ પીકે ગ્રામ વિસ્તાર અને દુધકુંડા નગર પાલિકા-2 ની સીમા પાસેથી મળી આવ્યુ હતું. 

સુચના અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, હેલીકોપ્ટર સોલુખુમ્બુ થી કાઠમંડુ જઈ રહ્યુ હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે એવુ લાગે છે કે હેલીકોપ્ટર પહાડની ટોચના કોઈ વૃક્ષ સાથે ટકરાવાના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે. DIG રાજેશનાથ બસ્તોલાના કહેવા પ્રમાણે હાલમાં મળેલા મૃતદેહની ઓળખ થઈ નથી. આ પહેલા દુર્ઘટના બાબતે સુચના અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, હેલીકોપ્ટર સોલુખુમ્બુ થી કાઠમંડુ જઈ રહ્યુ હતું. તેમજ આજે સવારે લગભગ 10 વાગે હેલીકોપ્ટરનો કંન્ટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post