• Home
  • News
  • આ છે IPLમાં અત્યાર સુધીના સૌથી મોંઘા પ્લેયર્સ:આ વર્ષે બે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે ફ્રેન્ચાઈઝીના ખિસ્સા ખાલી કર્યા; ભારતીય પ્લેયરમાં યુવી સૌથી આગળ
post

કમિન્સને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડિંગ વોર થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-19 18:43:39

IPL 2024 માટે પ્લેયર્સનું ઓક્શન આજે દુબઈમાં શરૂ છે. તેમાં પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પેટ કમિન્સ IPLના ઈતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બન્યો જ હતો કે થોડા જ સમયમાં આ રેકોર્ડ પણ તૂટી ગયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદીને આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

કમિન્સને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બિડિંગ વોર થયો હતો. ઉલ્લેખનીય છે કે પેટ કમિન્સે આ જ વર્ષે ઓસ્ટ્રેલિયાને બે ICC ટૂર્નામેન્ટ જીતાડી છે. WTC ફાઇનલ જીતાડનાર વિજેતા કેપ્ટન પણ પેટ કમિન્સ જ હતો અને હાલમાં વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને ટ્રોફી અપાવનાર વિજેતા કેપ્ટન પણ પેટ કમિન્સ હતો.

હવે જાણો IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ વિશે...

1. પેટ કમિન્સ (રૂ. 20.50 કરોડ): પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડમાં ખરીદ્યો છે. આ રીતે પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પરંતુ તેનો આ રેકોર્ડ પણ એક કલાકમાં તૂટી ગયો હતો. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

2. મિચેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ): કમિન્સનો આ રેકોર્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તોડ્યો છે. હવે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

3. સેમ કરન(18.50 કરોડ): ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન IPL ઓક્શનમાં વેચાનાર સૌથી પહેલો મોંઘા પ્લેયર છે. કરન IPL 2023ના ઓક્શનમાં ઈતિહાસ રચ્યો હતો. આ ઓલરાઉન્ડરને પંજાબ કિંગ્સે 18.50 કરોડમાં ખરીદ્યો હતો. કરન હાલ પંજાબ કિંગ્સનો જ ભાગ છે.

4. કેમરુન ગ્રીમ (17.50 કરોડ): સેમ કરન પછી ઓક્શનમાં વેચાનાર સૌથી મોંઘા પ્લેયર કેમરુન ગ્રીન છે. ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ઓલરાઉન્ડરને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદ્યો હતો. ગ્રીન આગામી સિઝનમાં RCB તરફથી રમતા નજર આવશે. ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે ઓક્શન પહેલાં ટ્રેડ કર્યો છે.

5. બેન સ્ટોક્સ(16.25 કરોડ): ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ IPL ઈતિહાસના ત્રીજો સૌથી મોંઘો પ્લેયર છે. તેને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડમાં ખરીદ્યો હતો. સ્ટોક્સે વર્કલોડ મેનેજમેન્ટના કારણે આગામી IPLમાંથી હટવાનો નિર્ણય લીધો છે.

6. ક્રિસ મોરિસ (16.25 કરોડ): સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ ચોથો સૌથી મોંઘો પ્લેયર છે. IPL 2021ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારે મોરિસે આ મામલે યુવરાજ સિંહને પાછળ છોડ્યો હતો. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 2015માં 16 કરોડમાં ખરીદ્યો હતો.

7. નિકોલસ પૂરન (16 કરોડ): કેરેબિયન ક્રિકેટર નિકોલસ પૂરન આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. પૂરનને લખનઉ સુપર જાયન્ટ્સે IPLના ગત સિઝનના ઓક્શનમાં 16 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો.

ભારતીય ખેલાડીઓમાં યુવરાજ સૌથી આગળ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ઓક્શનમાં વેચાનાર સૌથી મોંઘા ભારતીય ખેલાડી છે. યુવરાજને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યા હતા. જોકે યુવરાજ 2015ની સિઝનમાં કંઈ ખાસ કરી શક્યા નહતા. તે 14 મેચમાં 19ની એવરેજથી માત્ર 248 રન જ બનાવી શક્યા હતા.

હાઇએસ્ટ સોલ્ડ ટોપ-5 ભારતીય પ્લેયર્સ
1. યુવરાજ સિંહ (રૂ. 16 કરોડ)
2. ઈશાન કિશન (રૂ. 15.25 કરોડ)
3. ગૌતમ ગંભીર (રૂ. 14.90 કરોડ)
4. દીપક ચાહર (રૂ. 14 કરોડ)
5. દિનેશ કાર્તિક (રૂ. 12.50 કરોડ)


adv

Related News

post
post
post
post
post
post
post