• Home
  • News
  • હાઇ સિક્યોરિટી બેરેક બનાવવામાં આવ્યા, 16 CCTV લાગ્યા; બોડીવોર્ન કેમેરાથી દેખરેખ રખાશે
post

જેલની બહાર પણ સાદા કપડાંમાં તહેનાત રહેશે સુરક્ષાકર્મી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:06:35

ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી ગેંગસ્ટર અતીક અહેમદ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલ પહોંચી ગયો છે. બરેલી જેલથી તેના ભાઈ અશરફને પણ અહીંયા લાવવામાં આવશે. અતીકનો પુત્ર અલી અહેમદ પહેલાથી આ જેલમાં બંધ છે. જેલ વહીવટી તંત્રએ નક્કી કર્યું છે કે મંગળવારે કોર્ટમાં અતીકને હાજર કરતા પહેલા આ ત્રણેયની મુલાકાત ન થાય.

જેલની સુરક્ષા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. અતીક માટે જેલની અંદર એક હાઇ સિક્યોરિટી બેરેક બનાવવામાં આવ્યું છે. 16 નવા CCTV લગાવવામાં આવ્યા છે.

ભાસ્કરની ટીમ હાલ નૈની સેન્ટ્રલ જેલની બહાર છે. અતીકની સુરક્ષામાં કયા અધિકારીઓ રાખવામાં આવ્યા છે, સુરક્ષામાં શું ફેરફાર કરવામાં આવ્યો છે, પુત્ર અને ભાઈ સાથે મુલાકાત ન થાય તેનું શું કારણ છે, આવા તમામ સવાલના જવાબ જાણીએ.

અતીકની સુરક્ષામાં તહેનાત અધિકારીઓ પાસે હશે બોડીવોર્ન કેમેરા
અતીકના બેરેકની દેખરેખ માટે જે સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, તેમની પાસે બોડીવોર્ન કેમેરા હશે. તેનાથી અતીકની પ્રવૃતિ કેમેરામાં કેદ થશે. માત્ર આટલું જ નહીં, CCTVનું મોનિટરિંગ લખનઉથી થશે.

DG જેલ આનંદ કુમારે જણાવ્યું, 'અતીકની જેલમાં એન્ટ્રી થતાની સાથે જ કોઈ પણ બહારના વ્યક્તિને જેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાગી જશે. કેદીઓ સાથેની મુલાકાત સંપૂર્ણપણે બંધ થઈ જશે. પ્રયાગરાજ જેલ કાર્યાલય અને જેલ મુખ્યાલય વચ્ચે 24 કલાકનું મોનિટરિંગ થશે. તમામ વ્યવસ્થા કરવા માટે ડીઆઈજી જેલ હેડક્વાર્ટરને પ્રયાગરાજ જેલમાં મોકલવામાં આવ્યા છે.'

 

અતીક, તેના પુત્ર અને ભાઈની અલગ બેરેક
અતીક સાથે તેના ભાઈ અશરફને પણ અહીંયા લાવવામાં આવશે. બંનેને લાવતા પહેલા જેલમાં બંધ અતીકના પુત્ર અલી અહેમદની બેરેક બદલવામાં આવી છે. અગાઉ હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવતા હતા, હવે ત્યાંથી સર્કલ નંબર એકના એચએસ સેલમાં ખસેડવામાં આવ્યો છે. અતીક અને અશરફનાં પણ બેરેક અલગ છે.

જેલની બહાર પણ સાદા કપડાંમાં તહેનાત રહેશે સુરક્ષાકર્મી
જેલમાં તહેનાત પોલીસકર્મીએ જણાવ્યું, 'મંગળવારે કોર્ટમાં હાજર કરાયા પહેલા જેલમાં સુરક્ષાની દૃષ્ટિથી 100થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલની આસપાસ સાદા કપડાંમાં કેટલાક સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે. જેથી કોઈપણ અનિચ્છનીય કૃત્ય પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.' નૈની જેલના મુખ્ય દરવાજાની સામે સામાન્ય રીતે ખાણીપીણીની લારીવાળા ઉભા રહે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 27, 28 માર્ચે તેમને જેલની સામેથી હટાવી દેવામાં આવ્યા છે.


મોટા માફિયા છે એટલે સુરક્ષા પણ વધારે હશે
ભાસ્કરે યોગી સરકારના જેલ મંત્રી ધર્મવીર પ્રજાપતિ સાથે પણ વાત કરી હતી. પૂછવામાં આવ્યું કે આટલી બધી સુરક્ષાની જરૂર કેમ પડી? તેના પર તેમણે કહ્યું, અતીક એક મોટો માફિયા છે, તેનું મોટું નેટવર્ક છે. આવી જેલમાં તેનું નેટવર્ક સ્થાપિત ન થઈ શકે, આથી સતર્કતા રાખવામાં આવી રહી છે. વધુમાં, તેમણે કહ્યું કે, જો કોર્ટમાં હાજર થયા પછી અતીકને ફરીથી નૈની જેલમાં રાખવાની વાત આવે તો તેની પણ પૂરી તૈયારીઓ છે.

adv

Related News

post
post
post
post
post
post
post