• Home
  • News
  • નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે છલોછલ ભરાયો, આજે ડેમનાં વધામણાં કરીને ગુજરાતે PMને જન્મદિવસની ભેટ આપી
post

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી તેમની ઓફિસમાંથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 12:05:47

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ છલોછલ ભરાઈ ગયો છે. આજે 17 સપ્ટેમ્બરે PM મોદીના જન્મદિવસે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ આરતી અને પૂજન કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં હતાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસમાંથી વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં હતાં અને મોદીને જન્મદિવસની ભેટ આપી હતી.

નર્મદા ડેમના 3 ગેટ ખોલીને 40 હજાર ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તે લોકોને જ કાર્યક્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉપરવાસમાંથી હાલ પ્રતિ સેકન્ડે 23.11 લાખ લિટર(82,184 ક્યૂસેક) પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમના 3 ગેટ ખોલીને 40 હજાર ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી નર્મદા નદીમાં પ્રતિ સેકન્ડે 9.77 લાખ લિટર (34,766 ક્યૂસેક) પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતાં હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે અને સારો પાક મેળવી શકશે. સૌરાષ્ઠ, કચ્છ અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતને પાણી મળી રહેશે. નર્મદા ડેમની સપાટી વધારવાની મંજૂરી આપનાર PM મોદી મોદીનો હું આભાર માનું છું. તેમના કારણે જ નર્મદા ડેમમાં આટલા મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શક્યો છે.

ગત વર્ષે 15 સપ્ટેમ્બરે નર્મદા ડેમ ભરાયો હતો, 17 સપ્ટેમ્બરે મોદીએ વધામણાં કર્યાં હતાં
ગત વર્ષે 15 સપ્ટેમ્બર,2019ના રોજ નર્મદા ડેમ ભરાયો હતો અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી નર્મદા પૂજન માટે આવ્યા હતા, જ્યારે આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસમાંથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં હતાં અને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ પૂજા કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post