• Home
  • News
  • અહેમદ પટેલની અંતિમ ઇચ્છા:તેમની દફનવિધિ ભરૂચના પિરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં થાય, દફનવિધિની તૈયારીઓ શરૂ
post

પિરામણના મૌલવી મૌલાના રહેમાન કહે છે કે, નાના-મોટા સૌ-કોઇ તેમને અહેમદભાઇ કહીને જ બોલાવતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 09:06:19

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યાં પિરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેમદ પટેલના નજીકના ગણાતા નાઝુભાઇએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલના પરિવાર અને પિરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે, દફનવિધિ પિરામણ ગામમાં થાય. જોકે હજી સુધી નિર્ણય લેવાયો નથી કે, તેમની દફનવિધિ ક્યાં થશે.

નાના-મોટા સૌ-કોઇ તેમને અહેમદભાઇ કહીને જ બોલાવતા
પિરામણ ગામના મૌલવી મૌલાના રહેમાને જણાવ્યું હતું કે, દિલ્હીથી આજે સવારે 4 વાગ્યે મોટાભાઇનો ફોન આવ્યો હતો અને અહેમદ પટેલના નિધનના શોકિંગ સમાચાર આપ્યા હતા. તેઓ ભરૂચ જિલ્લાના લોકલાડીલા નેતા હતા. તેઓ આજે રહ્યા નથી. તેનો વિશ્વાસ થતા નથી. તેઓ સમાજને લઇને સાથે ચાલતા હતા. નાના હોય કે મોટા હોય અને કોઇ પણ પાર્ટીના હોય તેઓને અહેમદભાઇ કહીને જ બોલાવતા હતા. આખો અંકલેશ્વર તાલુકો શોકમાં ગરકાવ થઇ ગયો છે.

 

ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અહેમદ પટેલે અંતિમ શ્વાસ લીધા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરથી તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું નિધન થયું હતું. તેઓને રવિવારે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.

પિરામણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની હતા. જેને પગલે પિરામણ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પિરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પિરામણથી છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા, પરંતુ, તેમનો પિરામણ ગામ સાથેનો નાતો અતૂટ રહ્યો હતો. તેઓ અવાર-નવાર પિરામણ ગામની મુલાકાતે આવતા હતા અને કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા હતા અને ગામની સમસ્યા અને મુશ્કેલીઓ અંગે પણ વાત કરીને તેનો નિકાલ કરતા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post