• Home
  • News
  • Covid-19 થી રિકવરી બાદ કેટલા દિવસ પછી કરાવવી જોઈએ સર્જરી? જાણો ICMR નો જવાબ
post

કોરોનાકાળમાં હોસ્પિટલોમાં અન્ય બીમારીઓની સારવાર કરાવી રહેલા લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, બીજુ ત્યાં અન્ય દર્દીઓમાં પણ સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-31 09:47:54

નવી દિલ્હી: કોરોનાકાળમાં હોસ્પિટલોમાં અન્ય બીમારીઓની સારવાર કરાવી રહેલા લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, બીજુ ત્યાં અન્ય દર્દીઓમાં પણ સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે. ડોક્ટર પણ સારવાર માટે હોસ્પિટલ આવી રહેલા દર્દીઓને પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનું કહે છે પરંતુ ICMR એ આ બધા વચ્ચે એક મહત્વની સલાહ આપી છે. 

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ માટે ICMR એ લગભગ 102 દિવસ બાદ જ ફરીથી કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. ICMR અને નેશનલ ટાસ્ક ફોર્સના એક્સપર્ટનું માનવું છે કે ડોસ્ટરોએ કોરોનાથી રિકવર થયેલા દર્દીની સર્જરી ઓછામાં ઓછા 6 અઠવાડિયા પછી કરવી જોઈએ. જો કે ઈમરજન્સી કેસમાં સર્જરી થઈ શકે છે.

ખોટો આવી શકે છે ટેસ્ટ રિપોર્ટ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અહેવાલ મુજબ નેશનલ ટાસ્ક ફોર્સનાસંજય પૂજારીએ જણાવ્યું કે ફરીથી કોરોનાના લક્ષણ રિકવરીના 102 દિવસ બાદ જ ખબર પડે છે. આવામાં તેનાથી ઓછા સમયમાં ફરીથી કોરોના તપાસના પરિણામો ખોટા આવી શકે છે. આ સાથે જ લક્ષણ જોવા મળ્યા બાદ સંક્રમિત દર્દીની કોઈ પણ સર્જરી ઓછામાં ઓછા રિકવરીના 6 અઠવાડિયા બાદ જ થવી જોઈએ.

એક્સપર્ટનું માનવું છે કે કોરનાથી રિકવર થયેલા દર્દીઓ પર સર્જરીની અસર અલગ અલગ હોઈ શકે છે અને તે તેમના સ્વાસ્થ્ય પર નિર્ભર કરશે. આવામાં દર્દીઓમાં શ્વાસ ચડવો, હાર્ટ પેઈન, અને થાક જેવી સમસ્યા સામાન્ય છે અને તે રિકવરીના 60 દિવસસુધી જોવા મળી શકે છે. 

પૂના સર્જિકલ સોસાયટીના પ્રેસિડેન્ટ સંજય કોલ્ટેએ કહ્યું કે કોરોના રિકવર દર્દીની 102 દિવસની અંદર ફરીથી તપાસ કરાવવી એ ફક્ત પૈસાની બરબાદી છે અને  તે ચિંતા પિદા કરી શકે છે. તેમણે કહ્યું કે સર્જને પણ દર્દીને RTPCR ટેસ્ટ કરાવવા માટે ફોર્સ કરવાની જગ્યાએ યુનિવર્સલ પ્રેક્ટિસનું પાલન કરવું જોઈએ. 

સર્જરી માટે કેટલી રાહ જોવી?
કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં જો કોરોનાના લક્ષણ ન હતા કે પછી બહુ હળવા લક્ષણ હતા તો તેમણે 4 અઠવાડિયા બાદ સર્જરી કરાવવી જોઈએ. આવામાં ગંભીર લક્ષણો બાદ કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ કે જે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ ન થયા હોય, તેમને 6 અઠવાડિયા બાદ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જો તમારે કોરોનાના ગંભીર લક્ષણો બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય અને ડાયાબિટિસની પણ સમસ્યા હોય તો તમારે સર્જરી માટે ઓછામાં ઓછા 10 અઠવાડિયા રાહ જોવી જોઈએ. 

કોરોનાની ફરી તપાસ માટે પણ 102 દિવસની રાહ જોવી જોઈએ. જો આ સમય બાદ પણ તમે કોરોના પોઝિટિવ આવો તો તે નવા સંક્રમણની અસર હોઈ શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post