• Home
  • News
  • ગુજરાતમાં કેટલું ‘પાણી’!; 65 જળાશયમાં 10%થી ઓછું પાણી, સરદાર ડેમમાં 1 મહિનામાં જળસપાટી 9 મીટર ઘટી
post

સરદાર સરોવરમાં 42% પાણી, અમરેલી જિલ્લાનાં બે જળાશય સંપૂર્ણ ભરાયેલાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-06 11:12:30

જુલાઈનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં 14.63% ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71% વરસાદ થયો હતો. રાજ્યનાં 206 જળાશયમાં 39% જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બન્ને જળાશય અમરેલી જિલ્લાનાં છે. 65 જળાશયમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 118માં 25%થી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 43% જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સપાટી 113.12 મીટર છે. ગત 5 જૂને સપાટી 122.36 મીટર હતી. 6 જળાશયમાં જ 80%થી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25%થી ઓછો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતમાં 44%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 40% પાણી છે. સૌરાષ્ટ્રમાં 31% સંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા 7%, ખેડા 4% અને દેવભૂમિ દ્વારકા 2.54% છે. ગત વર્ષે 3 જુલાઇ સુધી 45.67% જળસંગ્રહ હતો.

હવામાન ખાતા મુજબ, આગામી 5 દિવસમાં સારા વરસાદની શક્યતા નહીંવત છે. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધારે 50 ઇંચ વરસાદ 1994માં, જ્યારે સૌથી ઓછો 18 ઇંચ વરસાદ 2000માં થયો હતો. ગત વર્ષે કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઑગસ્ટ મહિનામાં જ પડી ગયો હતો. 2005, 2006 અને 2007 એમ સતત 3 વર્ષ સતત 40 ઇંચથી વધારે વરસાદ થયો હતો. સામાન્ય રીતે એક સારા ચોમાસા બાદ બે ચોમાસાં નબળાં જાય છે.

ઝોનવાઇઝ ડેમોમાં જળસંગ્રહ અને વરસાદની સ્થિતિ

વિસ્તાર

કુલ ડેમ

પૂર્ણ ભરેલા

જળસંગ્રહ

વરસાદ

ઉત્તર ગુજરાત

15

0

24.19%

12.91%

મધ્ય ગુજરાત

17

0

44.91%

15.11%

દક્ષિણ ગુજરાત

13

0

39.96%

16.29%

સૌરાષ્ટ્ર

141

2

31.31%

12.17%

કચ્છ

20

0

24.24%

12.62%

સરદાર સરોવર

1

-

41.93%

-

કુલ

207

2

38.87%

14.63%

5 વર્ષના આંકડા - કયા મહિનામાં કેવો વરસાદ? (ઇંચમાં)

વર્ષ

2020

2019

2018

2017

2016

ટકાવારી

136.85%

146.17%

76.73%

112.18%

91.17%

જૂન

5

4

3

5

1

જુલાઇ

9

9

15

21

9

ઑગસ્ટ

26

18

6

7.5

11

સપ્ટેમ્બર

5

13.5

1.5

2.5

4

ઑક્ટોબર

0.7

2

1.5

2.25

4

રાજ્યનાં મોટાં જળાશયોમાં પાણીની અત્યારે આ સ્થિતિ

જિલ્લો

જળાશય

જળસંગ્રહ

બનાસકાંઠા

દાંતીવાડા

9.12%

નર્મદા

કરજણ

42.22%

મહેસાણા

ધરોઇ

32.64%

પંચમહાલ

પાનમ

44.41%

મહીસાગર

કડાણા

47.26%

તાપી

ઉકાઈ

40.77%

ભાવનગર

શેત્રુંજી

64.53%

રાજકોટ

ભાદર

21.78%

​​​​​​​માત્ર 6 જળાશયમાં જ 80%થી વધારે પાણી

સ્થિતિ

ડેમની સંખ્યા

90%થી વધુ ભરેલા

3

80%થી 90% વચ્ચે

3

70%થી 80% વચ્ચે

5

70%થી નીચે

195

50%થી નીચે

176

25%થી નીચે

118

10%થી નીચે

65

​​​​​​​(સંદર્ભઃ નર્મદા, જળસંપત્તિ વિભાગ અને સ્ટેટ કંટ્રોલ રૂમ)

8 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ

વર્ષ

વરસાદ

1994

50 ઇંચ

2005

46 ઇંચ

2006

49 ઇંચ

2007

45 ઇંચ

2010

42 ઇંચ

2013

47 ઇંચ

2019

47 ઇંચ

2020

45 ઇંચ

​​​​​​​5 વર્ષ 24 ઇંચથી પણ ઓછો વરસાદ

1991

21 ઇંચ

1999

20 ઇંચ

2000

18 ઇંચ

2002

21 ઇંચ

2012

23 ઇંચ

 

adv

Related News

post
post
post
post
post
post
post