• Home
  • News
  • 10 માર્ચે EVMથી કેવી રીતે ગણાશે વોટ; જાણો 14-14 મેજ પર જ કેમ થાય છે મતગણતરી?
post

અગાઉ ચૂંટણી પંચની ગાઈડલાઈન 16.6 અંતર્ગત, દરેક મતવિસ્તારમાં એક EVM સાથે માત્ર એક VVPAT મશીનની ચબરખી મેળવવામાં આવતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 10:47:57

યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી હવે પૂરી થઈ ચૂકી છે. હવે સૌને 10 માર્ચે આવનારા પરિણામોનો ઈંતજાર છે.

હાર-જીત વચ્ચે એક સવાલ અમારા-આપના મનમાં થાય છે કે આખરે બૂથ પર જે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM દ્વારા વોટર પોતાનો વોટ આપે છે, તેની ગણતરી થાય છે કેવી રીતે?

EVMથી મત ગણતરીના કેટલાક ખાસ નિયમ પણ છે. જેમકે જે હોલમાં વોટ ગણવામાં આવે છે તેમાં વાંસની એક વાડબંધી પાછળ 14-14 મેજ જ લગાવવામાં આવે છે.

આપના મનમાં સવાલ થતો હશે કે આવું શા માટે?

​​તો આજે અમે આપને જણાવીશું કે EVM શું હોય છે? કઈ રીતે તેના દ્વારા કાઉન્ટિંગ થાય છે? કાઉન્ટિંગના કયા-કયા નિયમ છે અને શા માટે છે?

સૌપ્રથમ EVMથી કાઉન્ટિંગની સમગ્ર પ્રક્રિયાને જાણીએ

·         કાઉન્ટિંગ અગાઉ EVMને મતગણતરી કેન્દ્ર પર સ્ટ્રોંગ રૂમથી કડક સુરક્ષા વચ્ચે લાવવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમ એ જગ્યા હોય છે જ્યાં વોટિંગ પછી EVMને રાખવામાં આવે છે.

·         મતગણતરી સ્થળ પર રિટર્નિંગ ઓફિસર એટલે કે RO ઉપરાંત કેન્ડિડેટ, ઈલેક્શન એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ સહિતઅન્ય અનેક અધિકારી રહે છે. કેમેરાથી સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ થાય છે.

·         કાઉન્ટિંગ એજન્ટ અને કેન્ડિડેટ્સના એજન્ટો વચ્ચે તારની એક વાડ લાગેલી હોય છે. કાઉન્ટિંગ હોલમાં મોબાઈલ પર પ્રતિબંધ હોય છે.

·         સમગ્ર કાઉન્ટિંગ રાઉન્ડ્સ એટલે કે તબક્કામાં હોય છે. દરેક રાઉન્ડમાં 14 EVM ખોલવામાં આવે છે.

·         સામાન્ય રીતે એક બૂથ પર એક EVM હોય છે અને દરેક બૂથને લગભગ 1200 વોટર માટે બનાવવામાં આવે છે. 60%થી 70% વોટિંગના હિસાબે દરેક બૂથ પર750થી 850 વોટ પડે છે.

·         આ હિસાબે દરેક રાઉન્ડમાં લગભગ10 હજારથી લઈને 12 હજાર વોટ ગણવામાં આવે છે. વોટની આ જ સંખ્યાને સુવિધાજનક માનીને ચૂંટણી પંચે દરેક રાઉન્ડમાં 14 EVMના વોટ ગણવાની પોલિસી બનાવી છે.

·         આ જ કારણ છે કે કાઉન્ટિંગ હોલમાં એક વાડબંધીની અંદર 14-14 ટેબલ લાગેલા હોય છે. દરેક ટેબલ પર એક EVMના વોટ ગણવામાં આવે છે.

·         આ વાડબંધીમાં એક તરફ બ્લેકબોર્ડ હોય છે. દરેક રાઉન્ડની ગણતરી પછી તમામ ઉમેદવારોને મળેલા વોટોને આ બ્લેકબોર્ડ પર લખવામાં આવે છે.

·         એક બૂથના EVM મશીનને એક ટેબલ પર રાખવામાં આવે છે. કયા ટેબલ પર કયા બૂથનું મશીન રાખવામાં આવશે, તેના માટે અગાઉથી ચાર્ટ તૈયાર કરી લેવામાં આવે છે.

·         8 વાગ્યાથી મતગણતરી શરૂ થાય છે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે છે. તેની 30 મિનિટ પછી EVMની ગણતરી થાય છે.

·         EVM મશીનમાં રહેલા રિઝલ્ટ વનને દબાવવામાં આવે છે, જેના પછી ખ્યાલ આવે છે કે કયા કેન્ડિડેટને કેટલા વોટ મળ્યા. આ માટે 2-3 મિનિટનો સમય મળે છે.

·         આ ડિસ્પ્લે બોર્ડ પર ફ્લેશ કરવામાં આવે છે. જેથી, તમામ 14 ટેબલ પર બેઠેલા ચૂંટણી કર્મચારી અને ઉમેદવારના એજન્ટ જોઈ લે. આને જ આપણે વલણ કહીએ છીએ.

·         તમામ 14 ટેબલ પર રહેલા મતગણતરી કર્મચારીઓ દરેક રાઉન્ડમાં ફોર્મ 17-C ભરીને એજન્ટના હસ્તાક્ષર પછી ROને મોકલે છે.

·         RO દરેક રાઉન્ડમાં મતોની ગણતરી નોંધાવે છે. આ પરિણામને દરેક રાઉન્ડ પછી બ્લેક બોર્ડ પર લખવામાં આવે છે અને લાઉડસ્પીકરની મદદથી ઘોષણા કરવામાં આવે છે.

·         પ્રથમ ચરણની ગણતરી પૂરી થયા પછી ચૂંટણી અધિકારી 2 મિનિટની રાહ જૂએ છે જેથી કોઈ ઉમેદવારને કોઈ વાંધો હોય તો તે નોંધાવી શકે.

·         એ રિટર્નિંગ ઓફિસર પર નિર્ભર કરે છે કે તેઓ ફરીથી વોટોની ગણતરી કરાવવા માગે છે કે એ ઉમેદવારને આશ્વસ્ત કરે છે કે કોઈ ગરબડ થઈ નથી.

·         દરેક રાઉન્ડ પછી રિઝલ્ટ વિશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને રિટર્નિંગ ઓફિસરને જાણ કરે છે.

જો લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે થાય છે તો શું હશે પ્રક્રિયા

·         એવું થવા પર 14 ટેબલને બે ભાગમાં વહેંચવામાં આવે છે. 7 ટેબલને વિધાનસભા ચૂંટણી માટે અને 7 અન્ય ટેબલને લોકસભા ચૂંટણી માટે રાખવામાં આવે છે.

·         જો કોઈ મતવિસ્તારમાં ઉમેદવારોની સંખ્યા વધુ છે તો ત્યાં ચૂંટણી પંચની અનુમતિથી ટેબલ અને કાઉન્ટિંગ હોલની સંખ્યા વધારી શકાય છે.

હવે ભારતમાં EVMથી વોટિંગની કહાની જાણો

·         ચૂંટણી પંચે પ્રથમવાર 1977માં EVMથી ચૂંટણી કરાવવા અંગે ચર્ચા કરી હતી. તેના માટે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે ECILને ડિઝાઈન બનાવવા માટે કહેવામાં આવ્યું.

·         1979માં EVMનું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું અને ચૂંટણી પંચે 6 ઓગસ્ટ 1980ના રોજ રાજકીય પક્ષો સામે તેને પ્રદર્શિત કર્યુ. તેના પછી EVMને બનાવવાનું કામ ECIL અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BELને આપવામાં આવ્યું.આ બંને કંપનીઓ સરકારી છે.

·         મે 1982માં કેરળમાં સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રથમવાર EVMનો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે EVMથી ચૂંટણી કરાવવાનો કોઈ કાયદો નહોતો. જેના પછી 1989માં સંસદમાં ચૂંટણીમાં EVMના ઉપયોગ માટે કાયદો બનાવાયો અને રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951માં સંશોધન કરવામાં આવ્યું.

·         EVMથી ચૂંટણી કરાવવા પર સામાન્ય સહમતિ 1998માં બની. તેના પછી પ્રયોગ તરીકે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની 25 વિધાનસભા સીટો પર EVMથી ચૂંટણી કરાવવામાં આવી.

·         1999માં 45 લોકસભા સીટો પર અને પછી ફેબ્રુઆરી 2000માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 45 વિધાનસભા સીટો પર EVMથી ચૂંટણી થઈ.

·         2001માં પ્રથમવાર તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં તમામ વિધાનસભા સીટો પર EVMથી ચૂંટણી કરાવવામાં આવી.

·         તેના પછીથી તમામ ચૂંટણી માટે EVMનો પ્રયોગ થઈ રહ્યો છે. 2004ની લોકસભા ચૂંટણીમાં દેશની તમામ 543 સીટો પર EVMથી ચૂંટણી યોજાઈ હતી. EVMની સંખ્યા 10 લાખથી વધુ હતી.

એક EVMમાં 14 કેન્ડિડેટની સાથે એક NOTAનો ઓપ્શન

·         EVMમાં બે યુનિટ હોય છે. એક વોટિંગ રૂમમાં અને બીજું ચૂંટણી અધિકારી પાસે. તેને આપણે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટના નામથી જાણીએ છીએ.

·         બેલેટ યુનિટ એટલે કે BU એક તાર દ્વારા કંટ્રોલ યુનિટ એટલે કે CU સાથે જોડાયેલ હોય છે. કંટ્રોલ યુનિટમાં વોટિંગને લગતો કોઈ ડેટા જમા થતો નથી.

·         બેલેટ યુનિટ પર વધુમાં વધુ 16 બટન હોય છે. જો કોઈ સીટ પર 15થી વધુ કેન્ડિડેટ છે તો બીજું બેલેટ યુનિટ જોડવામાં આવે છે. 16મું બટન NOTAનું હોય છે.

·         એક કંટ્રોલ યુનિટથી મહત્તમ 4 બેલેટ યુનિટોને જોડી શકાય છે.

·         કંટ્રોલ યુનિટ ઓન થતા જ તેમાં તારીખ અને સમયની સાથે બેટરીનું સ્ટેટસ ડિસ્પ્લે થાય છે. કંટ્રોલ યુનિટના ચૂંટણી અધિકારીના બટન દબાવતા જ કંટ્રોલ યુનિટમાં લાલ અને બેલેટ યુનિટમાં લીલી બત્તી થાય છે.

·         આનાથી એ ખ્યાલ આવે છે કે મશીન વોટ નાખવા માટે તૈયાર છે. મતદાર વોટ આપતા જ બીપના અવાજ સાથે એ ખ્યાલ આવે છે કે તમારો વોટ પડ્યો છે.

આવી રીતે કામ કરે છે VVPAT મશીન

·         વર્ષ 2013માં ચૂંટણીમાં પારદર્શિતા લાવવા માટે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે VVPATને જોડવામાં આવ્યું હતું. VVPATને મતદાન કેન્દ્રો પર EVM મશીન સાથે જોડીને રાખવામાં આવે છે.

·         VVPAT કાચથી સંપૂર્ણપણે ઢંકાયેલું હોય છે. કાચ પારદર્શી હોય છે. જ્યારે વોટર પોતાનો વોટ નાખે છે. ત્યારે તેમાંથી એક ચબરખી નીકળે છે જે માત્ર 7 સેકન્ડ સુધી દેખાય છે. તેના પર કેન્ડિડેટનું નામ અને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન છપાયેલું હોય છે. તેના પછી તે બોક્સમાં પડી જાય છે. ચબરખી મતદારોને અપાતી નથી.

·         આ ચબરખીથી જ તમને ખ્યાલ આવે છે કે તમે જે કેન્ડિડેટની સામેવાળું બટન દબાવ્યું છે વોટ તેને જ મળ્યો છે કે નહીં.

·         આ વ્યવસ્થા એટલા માટે છે કે કોઈ પ્રકારના વિવાદ પર EVMમાં પડેલા વોટની સાથે ચબરખીને મેળવી શકાય છે.

વિપક્ષી દળોની માગણી પછી EVMથી VVPATચબરખીઓને મેળવવાનું શરૂ થયું

·         ચૂંટણી અગાઉ દરેક સમયે EVM VVPATના મેળાપ અંગે સવાલ ઉઠતા રહ્યા. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ એ વાત પર અડગ રહ્યા કે EVM VVPAT ચબરખીઓનો મેળાપ થાય જેથી કોઈ ગરબડ હોય તો ખ્યાલ આવી શકે.

·         EVM અને VVPATના મેળાપ માટે વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચને પણ મળી. તેના પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

·         21 વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે પ્રત્યેક મતવિસ્તારના 50% વોટોને VVPAT સાથે મેળવવામાં આવે. પરંતુ ચૂંટણી પંચનું કહેવું હતું કે 50% EVM અને VVPATને મેચ કરવામાં ઓછામાં ઓછા પાંચ દિવસ લાગી જશે. તેનાથી પરિણામો આવવામાં વિલંબ થશે.

·         તેના પછી સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે દરેક મત વિસ્તારમાં 5 EVM અને VVPATમાં પડેલા મતોની ચકાસણી કરવામાં આવે.

·         ચૂંટણી પંચે નિર્ણય કર્યો કે પ્રત્યેક મત વિસ્તારમાંથી પાંચ-પાંચ VVPATની પસંદગી રેન્ડમલી એટલે કે કોઈ ક્રમ વિના કરવામાં આવશે અને EVM અને VVPATના પરિણામોને મેચ કરવામાં આવશે.

·         આ કામ માટે દરેક કાઉન્ટિંગ હોલમાં VVPAT બૂથ બનાવવામાં આવ્યું. કોઈ પ્રકારના વિવાદ કે ટેકનીકલ અડચણની સ્થિતિમાં આ રિટર્નિંગ ઓફસર પર જવાબદારી હોય છે કે ચૂંટણી પંચને આ અંગે તત્કાળ રિપોર્ટ કરે.

·         અગાઉ ચૂંટણી પંચની ગાઈડલાઈન 16.6 અંતર્ગત, દરેક મતવિસ્તારમાં એક EVM સાથે માત્ર એક VVPAT મશીનની ચબરખી મેળવવામાં આવતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post