• Home
  • News
  • 'બ્રહ્માસ્ત્ર'ના બીજા ભાગમાં હૃતિકની એન્ટ્રી?:ફિલ્મમાં દેવનું પાત્ર ભજવે તેવી અટકળો, વાત વાતમાં હિંટ આપી
post

હૃતિક પહેલી જ વાર દીપિકા સાથે કામ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-27 19:03:15

મુંબઈ: બોલિવૂડ એક્ટર હૃતિક રોશને હાલમાં જ ઘટસ્ફોટ કર્યો હતો કે તે અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'ના બીજા ભાગમાં જોવા મળી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં હૃતિકને 'બ્રહ્માસ્ત્ર' અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટરે કન્ફર્મ કર્યું કે તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

વાત-વાતમાં હિંટ આપી
એક ઇન્ટરવ્યૂમાં હૃતિકને 'બ્રહ્માસ્ત્ર' તથા નિતેશ તિવારીની 'રામાયણ'માં કાસ્ટ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એકટ્રે કહ્યું હતું, 'આ શું થઈ રહ્યું છે? કંઈ જ થતું નથી. મારી આગામી ફિલ્મ 'ફાઇટર' છે. ત્યારબાદ તમામ પ્રોજેક્ટ્સ સાથે જોડાવવાની સંભાવના છે. તમે જે અંગે વાત કરી રહ્યો છે તે માટે 'ફિંગર્સ ક્રોસ્ડ.' ઉલ્લેખનીય છે કે 'બ્રહ્માસ્ત્ર'નો બીજો બાગ દેવ પર બનાવવામાં આવશે.

'બ્રહ્માસ્ત્ર'ના પહેલા ભાગમાં હૃતિક જોવા મળ્યો નહોતો
'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થઈ ત્યારથી એવી અટકળો હતો કે હૃતિક આ ફિલ્મના બીજા ભાગમાં દેવની ભૂમિકા ભજવશે. જોકે, ફિલ્મના પહેલા ભાગમાં તે જોવા મળ્યો નહોતો. આ ફિલ્મના બીજા ભાગમાં હૃતિક ઉપરાંત રણવીર સિંહ તથા કાર્તિક આર્યનનું નામ પણ ચર્ચામાં છે. હવે હૃતિકે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી, પરંતુ તેના નિવેદનથી ચાહકોને આશા છે કે કદાચ તે 'બ્રહ્માસ્ત્ર 2'માં જોવા મળી શકે છે.

ફિલ્મ 400 કરોડ ક્લબમાં સામેલ
9
સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને અયાન મુખર્જીને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા કલાકારો છે.

હૃતિક પહેલી જ વાર દીપિકા સાથે કામ કરશે
હૃતિક રોશન 'ફાઇટર'માં પહેલી જ વાર દીપિકા સાથે કામ કરશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં અનિલ કપૂર મહત્ત્વના રોલમાં છે. હૃતિકની અપકમિંગ ફિલ્મ 'વિક્રમ વેધા' છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post