• Home
  • News
  • વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું:તાઉ-તે વાવાઝોડાના રસ્તામાં આવેલા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, બગસરામાં બે કલાકમાં 7 ઈંચ ખાબક્યો
post

છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 11:20:24

તાઉ-તે વાવાઝોડું ગત રોજ રાત્રીથી ગુજરાતમાં પ્રવેશ્યું છે. ઉનાથી પ્રવેશ કર્યા બાદ ભાવનગરથી ઉતર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડાના રસ્તામાં આવેલા વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, 7 ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

12 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો
વાવાઝોડાના કારણે સોરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

પવનની સાથે સાથે ભારે વરસાદ પડ્યો
સૌથી વધારે પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો ધારી, જાફરાબાદ ,અમરેલી, રાજુલા, મહુવા અને સુરેન્દ્રનગર વગેરે હતા. પણ ઉના અને ગીર ગઢડા તાલુકાઓમાં સૌથી વધારે અસર થઇ હતી. જ્યાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પવનની સાથે સાથે ભારે વરસાદ પણ થયેલ છે.

સાયકલોન આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી, રાજકોટ, બોટાદ, જુનાગઢ ,મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશે એમ જાણકરી આપવામાં આવશે.

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો

વરસાદ

બગસરા

8 ઈંચ

ગીર ગઢડા

7 ઈંચ

ઉમરગામ

7 ઈંચ

ઉના

7 ઈંચ

સાવરકુંડલા

6 ઈંચ

પાલીતાણા

6 ઈંચ

અમરેલી

5 ઈંચ

મહુવા

5 ઈંચ

રાજુલા

5 ઈંચ

ખાંભા

5 ઈંચ

બાબરા

5 ઈંચ

ગઢડા

4 ઈંચ

વિસાવદર

4 ઈંચ

ઉમરાળા

3 ઈંચ

ધારી

3 ઈંચ

ભાવનગર

3 ઈંચ

 

adv

Related News

post
post
post
post
post
post
post