• Home
  • News
  • હૈદરાબાદ: 28 વર્ષીય યુવકનું 'સ્માઈલ ડિઝાઈનિંગ' સર્જરી દરમિયાન મોત, ટૂંક સમયમાં થવાના હતા લગ્ન
post

પોલીસે આ મામલે કેસ દાખલ કરી ક્લીનિક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-20 18:28:31

હૈદરાબાદમાંથી એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્ન પહેલા એક યુવક પોતાની સ્માઈલને વધુ શાનદાર બનાવવા માટે  'સ્માઈલ ડિઝાઈનિંગ' સર્જરી કરાવવા માટે પહોંચ્યો હતો. પરંતુ હૈદરાબાદના આ વ્યક્તિનું આ સર્જરી દરમિયાન મોત થઈ ગયું. પોલીસે આ મામલે કેસ દાખલ કરી લીધો છે અને ક્લીનિક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં સ્થિત એફએમએસ ઈન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકમાં 28 વર્ષીય લક્ષ્મીનારાયણ વિંજામ સર્જરી કરવવા માટે પહોંચ્યો હતો. 16 ફેબ્રુઆરીના રોજ તે સર્જરી કરાવી રહ્યો હતો તે દરમિયાન તેનું મોત થઈ ગયું. પીડિત યુવકના પિતાનું કહેવું છે કે, તેનું મોત એનેસ્થિયાના ઓવરડોઝના કારણે થયું છે. 

મૃત્યુ માટે ડોક્ટરો જવાબદાર: યુવકના પિતા

રામુલુ વિંજામે જણાવ્યું કે, તેમનો દીકરો સર્જરી દરમિયાન બેભાન થઈ ગયો હતો. તેના માથામાં કોઈ હલનચલન ન થતા ક્લિનિક સ્ટાફે મને બોલાવ્યો અને હું તરત જ ભાગીને ક્લિનિક પહોંચ્યો. તેમણે કહ્યું કે અમે તરત જ મારા દીકરાને લઈનો હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો. તેમણે કહ્યું કે મારા દીકરાને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી અને આ રીતે તેના મૃત્યુ માટે ડોક્ટરો જવાબદાર છે. રામુલુએ કહ્યું કે મને નહોતી ખબર કે મારો દીકરો સર્જરી કરાવવા જઈ રહ્યો છે.

ક્લીનિક પર બેદરકારીના કારણે મોતનો કેસ દાખલ

પોલીસે જણાવ્યું કે, આ મામલે ક્લીનિક પર બેદરકારીના કારણે મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આગળ જણાવ્યું કે, અમે હાલમાં ક્લીનિકના રેકોર્ડની તપાસ કરી રહ્યા છે અને ત્યાંના CCTV ફૂટેજ પણ ચેક કરી રહ્યા છે. સ્માઈ ડિઝાઈન સર્જરી લાંબા સમયથી પ્રચલિત છે. આ સર્જરી દ્વારા લોકો તેમના દાંતને ઠીક કરાવે છે અને તેમને એવી રીતે કરાવે છે કે તેઓ હસતી વખતે સારા દેખાય.

આ ઉપરાંત દાંતની સફાઈ પણ તેમાં સામેલ છે જેથી કરીને તેઓ વધુ ચમકદાર દેખાય. નિષ્ણાતોના મતે મનુષ્યના દાંત સમયની સાથે ઢીલા પડી જાય છે અને તેમનો રંગ પણ ફિક્કો થવા લાગે છે. આવી સ્થિતિમાં સ્માઈલ ડિઝાઈન સર્જરી દ્વારા તેમને યોગ્ય રીતે લગાવવામાં આવે છે અને ચમકદાર બનાવવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post