• Home
  • News
  • ગુનેગારોને મારી નજર સામે ફાંસીએ લટકતા જોવા માગું છું: નિર્ભયાની માતા
post

કોર્ટમાંથી હેવાનોના ડેથવોરંટ બાદ ઘરે પહોંચેલા નિર્ભયાના પરિવારજનોનું તાળીઓથી સ્વાગત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 08:31:53

નવી દિલ્હી: નિર્ભયાના ગુનેગારોનું ડેથવોરંટ જારી થતાં દેશવાસીઓ ખુશ છે. નિર્ભયાની માતા આશા દેવીએ બુધવારે કહ્યું કે દોષિતો 22 જાન્યુઆરી સુધી બચાવનો શક્ય દરેક પ્રયાસ કરશે. હું 7 વર્ષથી સંઘર્ષ કરતી આવી છું અને 21 જાન્યુઆરી સુધી સંઘર્ષ ચાલુ રાખવાનો છે. મારી એક ઇચ્છા છે. કદાચ કાનૂની રીતે તે શક્ય બની શકે પણ હું તે માટે એક વાર પ્રયાસ જરૂર કરીશ. હું મારી દીકરીના ગુનેગારોને મારી નજર સામે ફાંસીએ લટકતા જોવા માગું છું. તે માટે હું જેલ તંત્રને અને કોર્ટમાં અરજી કરીશ.


બીજી તરફ દિલ્હીના દ્વારકા સેક્ટર સ્થિત તેમના ઘરનો મંગળવારે કંઇક અલગ નજારો હતો. નિર્ભયાના પરિવારજનો કોર્ટમાંથી પાછા ફરે તેની ફ્લેટના લોકો 3 કલાક સુધી ગેટ પર રાહ જોતા રહ્યા. રાત્રે સાડા 9 વાગ્યે તેઓ ઘરે પહોંચ્યા તો લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું. ત્યાં કેન્ડલ માર્ચ કરાઇ. લોકોએ સરકારને ફ્લેટની સામેના ચાર રસ્તાનું નામનિર્ભયા ચોકરાખવા માગ પણ કરી. રાત્રે 12 વાગ્યા સુધી ભીડ રહી. નિર્ભયાના પરિવારજનોએ લોકોનો આભાર માની ઘરે પરત ફરવા કહ્યું ત્યારે બધા છૂટા પડ્યા. આશાદેવીએ જણાવ્યું કે ફ્લેટના લોકોએ બહાર એક બેનર પણ લગાવી દીધું છે. તેમાં લખ્યું છે કે નિર્ભયાના ચારેય હેવાનોને ફાંસી અપાય ત્યાં સુધી તે સ્થળે રોજ રાત્રે 8 વાગ્યે કેન્ડલ માર્ચ કરાશે. લોકોનો પ્રેમ જોઇને મારી આંખો ભીની થઇ ગઇ. સવારથી લોકોના ફોન-મેસેજ આવી રહ્યા છે. ન્યાયની લડાઇમાં સાથ આપનારાઓ માટે મારી પાસે કોઇ શબ્દ નથી. મારી ખરી લડાઇ હેવાનોને ફાંસી પછી શરૂ થશે.

પહેલાં એક દીકરીની મા હતી, આજે લાખોની
આશાદેવીએ કહ્યું કે હું સામાન્ય ગૃહિણી હતી, જેની દુનિયા તેના પતિ, પુત્રી અને પુત્ર સુધી સીમિત હતી. કોર્ટ-કચેરી સાથે ક્યારેય પનારો નહોતો પડ્યો પણ દીકરીના ઘા જોયા તો હૃદય દ્રવી ઊઠ્યું. તેના આખા શરીરે હેવાનોના દાંતનાં નિશાન હતાં. દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હતી તે જોઇને તેની તકલીફથી દુ:ખી થઇને પણ હું મજબૂત થતી ગઇ. મેં એક દીકરી ગુમાવી. પછી આવું કોઇ દીકરી સાથે થાય તે માટે નિર્ભયા જ્યોતિ ટ્રસ્ટ બનાવ્યું. ઘણી દીકરીઓની મદદ પણ કરી. તેઓ મને મા કહે છે તો બળ મળે છે. હવે મારી લડાઇ દેશની તમામ દીકરીઓની સુરક્ષા માટે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post