• Home
  • News
  • ચીની કંપનીઓની 5 લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ કિટ ખરાબ, ઓર્ડર રદ્દ, સરકારે કહ્યું-ડીલ રદ્દ થવાથી આપણો એક રૂપિયો પણ ડૂબશે નહીં
post

ICMRની નવી એડવાઈઝરીઃ ચીનની બે કંપનીની રેપિડ ટેસ્ટિંગ કિટ પરત કરાશે, રાજ્ય તાત્કાલિક ઉપયોગ બંધ કરે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:09:22

કોરોના વાઈરસની તપાસ માટે ચીનની બે કંપનીઓ પાસેથી ખરીદેલી 5 લાખ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ ખરાબ નીકળી છે. કેન્દ્ર સરકારે આ ઓર્ડર રદ કરી બંને કંપનીઓને કિટ પાછી આપવાનો નિર્ણય કર્યો છે. ICMRએ સોમવારે તમામ રાજ્યોને આ કિટનો ઉપયોગ બંધ કરી જથ્થો પાછો મોકલી દેવા કહ્યું છે.  રાજ્યોના મુખ્ય સચિવોને પણ મોકલેલી એડવાઈઝરીમાં કાઉન્સિલે કહ્યું કે ગુંઆગ્ઝુ વોન્ડફો બાયોટેક અને જુહાઇ લિવઝોન ડાઈગ્નોસ્ટિક્સથી મળેલી કિટની ગુણવત્તા તપાસના પરિણામ ખોટા મળી રહ્યાં છે. એવામાં રાજ્ય આ બંને કંપનીઓની કિટ પાછી મોકલી આપે જેથી તેને સપ્લાયરને પાછી મોકલી શકાય. 

રાહુલે કહ્યું - દેશ માફ નહીં કરે 
ચીનથી આયાત કરેલી કિટ ICMRને ભારે નફા સાથે વેચાઈ હતી. ભારતમાં આયાત ખર્ચ 245 રૂપિયા છે પણ તે ICMRને 600 રૂપિયામાં વેચવામાં આવી હતી. એટલે કે આશરે 145% નફા સાથે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે નફાખોરી સામે પગલાં લેવાય, દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. 

આ માટે રાજ્યોને નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે રાજ્યોને ચીનના ગુઆંગઝોઉ વોન્ડફો બાયોટેક અને ઝુહાઈ લિવજોન ડાયગ્નોસ્ટિસકથી મળેલી કિટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા કહેવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરી આઈસીએમઆરએ ટેન્ડરના આધારે કિટ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમા અનેક આંતરરાષ્ટ્રીય કંપનીનો સમાવેશ થતો હતો. ટેન્ડરને અંતિમ મંજૂરી આપતા પહેલા આવશ્યક માપદંડોનું પાલન થાય તેની કાળજી રાખવામાં આવી હતી.

અગ્રવાલે જણાવ્યું હતું કે હવે ઓર્ડર મેળવનારી કંપનીઓ પાસેથી ટેસ્ટ કિટ મળી છે ત્યારે તેને લગતી કેટલીક ફરિયાદ સામે આવી છે. આઈસીએમઆર આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી ટેન્ડર રદ્દ કરી દીધા છે. વર્તમાન સમયમાં અન્ય કંપનીને ટેન્ડર આપવામાં આવ્યા નથી. આંતરરાષ્ટ્રીય ટેન્ડર ફાઈનલ કરવાની સામૂહિક પ્રક્રિયા છે. જો કંપની તરફથી મળેલા ઓર્ડક ઠીક નહીં જોવા મળે તો પેમેન્ટ આપવામાં આવશે નહીં.

દેશમાં ટેસ્ટ કિટની અછત નથીઃ લવ અગ્રવાલ

અગ્રવાલે કહ્યું છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં આરપીસીટી ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે. સ્થિતિ પ્રમાણે અમે ક્ષમતાઓ પણ વધારી રહ્યા છીએ. આરટીપીસીઆર એક વિશ્વસનીય તપાસ પ્રક્રિયા છે. તેનાથી અમને સંક્રમિતોની ઓળખ કરવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આઈસીએમઆર તેના માપદંડો પ્રમાણે કામ કરે છે. અમે અમારી લેબ અને કલેક્શન સેન્ટર વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે દેશના દરેક ભાગમાં નવી લેબ તૈયાર કરી રહ્યા છીએ. જેથી તપાસમાં ઝડપ લાવી શકાય.

રેપિડ કિટ શું હોય છે, તેના પરિણામો શું આવે છે?
આ ટેસ્ટથી કોરોનાના સંદિગ્ધ દર્દીના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવે છે. તે સંદિગ્ધ કેસની ઝડપથી સ્ક્રીનિંગ અને તેની તપાસ કરવા માટે આવશ્યક છે. દર્દીના પેથોલોજી લેબમાં થતા ટેસ્ટથી મળનારા પરિણામોની તુલનામાં રેપિડ ટેસ્ટ કિટના પરિણામ ઓછા સમયમાં મળી જાય છે.

રેપિટ ટેસ્ટમાં એક ઉણપ છે. શરીરમાં જો કોરોના વાઈરસ છે પણ તેના પર એન્ટીબોડીઝની અસર ઉપજાવવામાં ન આવે તો રેપિટ ટેસ્ટ નેગેટિવ આવશે. એટલે કે વાઈરસની ઉપસ્થિતિ છે, પણ ખબર પડતી નથી. આ સંજોગોમાં તે વ્યક્તિમાં સંક્રમણના લક્ષણ બાદમાં ઉભરી આવી શકે છે અને અન્ય લોકોને તે સંક્રમિત કરી શકે છે. જ્યારે આરટીપીસીઆર ટેસ્ટમાં પરિણામ સટીક આવે છે.

આઈસીએમઆરે રેપિડ ટેસ્ટ કિટને લઈ શું કહ્યું હતું?
રાજ્યોએ આઈસીએમઆર સમક્ષ કિટના પરિણામો અંગે ફરિયાદ કરી હતી. ત્યારે આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડો.રમણ ગંગાખેડકરે 21 એપ્રિલના રોજ કહ્યું હતું કે ત્રણેય રાજ્યોમાં કિટની એક્યોરેસીમાં તફાવત આવે છે. કેટલીક જગ્યા પર તેની એક્યોરેસી 6 ટકા અને કેટલીક જગ્યાએ તે 71 ટકા છે. કોરોના બીમારી માંડ સાડા ત્રણ મહિના જૂની બીમારી છે. તેની તપાસની તકનીકમાં સુધારો આવતો રહેશે, પણ આપણે આ પરિણામને નજર અંદાજ કરવા જોઈએ નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post