• Home
  • News
  • હવે માસ્ક ન પહેર્યું તો જાહેર સ્થળે બેનર પકડીને આખો દિવસ ઊભા રહેવું પડશે, 1 હજાર દંડ ઉપરાંત ગાંઠના ખર્ચે મફત માસ્ક વહેંચવાની સજાની વિચારણા
post

માસ્ક વગર એક કરતાં વધુ વાર પકડાનારાને જાહેરમાં ઝાડુ મારવાની સજા પણ થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-11 10:35:31

હવે જો માસ્ક નહીં પહેરેલાં ઝડપાશો તો 1000 રૂપિયાના દંડ ઉપરાંત આખો દિવસ માસ્ક અવશ્ય પહેરોતેવાં બેનર જાહેર સ્થળે પકડીને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવાની સજા પણ મળી શકે છે. એટલું જ નહીં રાજ્ય સરકારે તેવું પણ વિચાર્યું છે કે આવાં લોકોને દિવસ દરમિયાન જાહેર ચાર રસ્તા પર લોકોને પોતાના ખર્ચે માસ્ક વહેંચવાનું ફરમાન પણ આવી શકે છે.

આ માટે સરકાર આવી વ્યક્તિઓને પબ્લિક પાર્ક, ચાર રસ્તા, બજારો, શોપિંગ મોલ્સ કે શહેરના બિઝી જંક્શનો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો જેવા સ્થળોએ આ કામ કરવા માટે મોકલી શકે છે. જો એક જ વ્યક્તિ બીજી વાર માસ્ક નહીં પહેરેલી ઝડપાશે તો તેના માટે જાહેર સ્થળે સફાઇ કે અન્ય વધુ કડક સજા કરવા સુધીની વિચારણા ચાલી રહી છે.

ગુજરાત સરકારને હાઇકોર્ટે માસ્ક નહીં પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની સેવા કરવાની સજા કરવાનો હુકમ કર્યો હતો તેના પર સુપ્રીમ કોર્ટ તરફથી રોક લગાવાઇ હતી. પરંતુ સુપ્રીમે સરકાર પાસે લોકો માસ્ક ફરજિયાત પહેરતા થાય તે માટેના અસરકારક ઉપાયો માંગ્યા હતાં. તેને લઇને ગુજરાત સરકારે માસ્ક નહીં પહેરનારાં લોકોને કરી શકાય તેવી હળવી સજાઓની યાદી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તૈયાર કરી છે. અલગ-અલગ વયજૂથના અને પુરુષ કે મહિલા વ્યક્તિને જોઇને જે-તે સજાની જોગવાઇ કરવામાં આવી શકે છે. હાલ પોલિસ વિવિધ લોકોને માસ્ક નહીં પહેરવા બદલ દંડ ફટકારી રહી છે, પરંતુ તેને લઇને પણ અનેક લોકો પોલિસ સાથે સંઘર્ષમાં ઉતરી જાય છે. આ સ્થિતિને નિવારવા માટે પણ વિચારણા હાથ ધરાઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post