• Home
  • News
  • કોરોનાની અસરદાર વેક્સિન જોઈએ તો શરાબથી દૂર રહેવું પડશે, જાણો કેમ?
post

ભારતમાં વિશેષજ્ઞોનું કહેવું છે કે શરાબનું સેવન કરવું હાનિકારક છે અને તેનાથી ગંભીર રોગ થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 09:57:18

રશિયામાં સરકારે કોરોના વેક્સિન લગાવતા પહેલાં અને તેના બે મહિના પછી શરાબ ન પીવાની સલાહ આપી છે. રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તાતિયાના ગોલીકોવાએ દાવો કર્યો છે કે સ્પુતનિક V કોરોના વેક્સિનની અસર 42 દિવસમાં થાય છે. ત્યાં સુધી દારૂથી દૂર રહેવાની જરૂર છે. રશિયામાં સરકારે સ્પુતનિકને લઈને આ ચેતવણી જાહેર કરી છે, જો કે આ વાત તમામ વેક્સિન પર લાગુ પડે છે.

શું કહે છે રશિયાની એડવાયઝરી?

·         કન્ઝ્યુમર રાઈટ્સ પ્રોટેક્શન અને હ્યુમન વેલ બીઈંગ પર સર્વિલાંસ માટે રશિયન ફેડરલ સર્વિસના પ્રમુખ એના પોપોવાના નિવેદનથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેઓએ રશિયાના એક રેડિયોને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વેક્સિનના પહેલાં ડોઝથી બે સપ્તાહ પૂર્વે અને બીજા શૉટના ત્રણ અઠવાડિયા સુધી દારૂ ન પીવો જોઈએ. બંને ડોઝ વચ્ચે ત્રણ સપ્તાહનું અંતર રાખવામાં આવી રહ્યું છે. એટલે કે કુલ મળીને 8 સપ્તાહ એટલે બે અઠવાડિયા સુધી દારૂ વગર રહેવું પડશે.

કેમ અને ખરાબ છે શરાબ?

·         રશિયાના પ્રમુખ સાયન્ટિસ્ટ એલેકઝાન્ડર ગિંટ્સબર્ગ મોસ્કોમાં ગામાલેયા નેશનલ સેન્ટર ઓફ એપિડેમિયોલોજી અને માઈક્રોબાયોલોજી વિભાગના પ્રમુખ છે. આ સંસ્થાએ સ્પુતનિક V વેક્સિન બનાવી છે. તેમનું કહેવું છે કે કોરોના વેક્સિન લગાવવામાં આવ્યા બાદ શરાબ પીવાથી ઈમ્યૂન રિસ્પોન્સ નબળો પડી શકે છે અને તેનાથી વેક્સિનની અસર ખતમ થઈ શકે છે. અમારી સલાહ છે કે દરેક ડોઝ પછી ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી શરાબનું સેવન ન કરવામાં આવે.

·         શરાબ વેક્સિન માટે કેટલી ખરાબ છે, આ જાણવા માટે 2012માં સ્વીડનમાં રિસર્ચ થયું હતું. જેમાં શરાબ પીનારાઓને બેક્ટેરિયલ નિમોનિયાની વેક્સિન લગાડવામાં આવી હતી તો તે લોકોમાં ઈમ્યૂન રિસ્પોન્સ ન જોવા મળ્યું. રિસર્ચર્સે એવરેજ 30 મિલી શરાબને ઈનટેકને તે અંગેનું કારણ છે તેમ જણાવ્યું. તો, ગિંટ્સબર્ગનો દાવો છે કે 300 મિલી વોડકા શરીરમાં એન્ટીબોડી બનવાની પ્રક્રિયાના નબળી પાડે છે. પરંતુ જો તમે એક ગ્લાસ શેમ્પેઈન પીધું છે તો તે તમારા માટે નુકસાનકારક નહીં બને.

·         ગિંટ્સબર્ગનું કહેવું છે કે અમે વેક્સિનેશન દરમિયાન દારૂબંધીની વાત નથી કરી રહ્યાં. અમારું તો એટલું જ કહેવું છે કે જ્યાં સુધી શરીરમાં કોરોના વાયરસ વિરૂદ્ધ ઈમ્યૂન રિસ્પોન્સ વિકસિન નથી થતા, ત્યાં સુધી શરાબનું સેવન સીમિત કરવામાં આવે તો સારૂ છે.

·         સ્પુતનિક V પ્રોગ્રામને ફંડિગ આપી રહેલા રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના CEO કિરિલ દિમિત્રેવે કહ્યું કે, 'આ સાચું છે કે વધુ પ્રમાણમાં શરાબ પીવાથી ઈમ્યુનિટી નબળી પડે છે અને આ કારણે વેક્સિનેશનની અસર બિલકુલ જ ઓછી થઈ જાય છે. આ વાત માત્ર સ્પુતનિક પર જ લાગુ નથી પડતી, પરંતુ તમામ વેક્સિન પર લાગુ પડે છે.'

ટ્રાયલ્સમાં શું કોઈ ડેટા સામે આવ્યા?

·         સ્પુતનિક V વેક્સિનના ટ્રાયલ્સમાં ખ્યાલ આવ્યો કે 10% લોકોમાં ઈમ્યુનિટી વધી જ નથી. અન્ય વેક્સિનના મામલે પણ આ પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે. તેના કારણો હજુ સુધી સામે નથી આવ્યા. આવું થવાનું કારણ દારૂ પણ હોય શકે છે અને તેની તપાસ કરવી જરૂરી છે.

·         અત્યાર સુધીમાં શરાબના સેવન અને ઈમ્યૂન સિસ્ટમના સંબંધે જેટલો પણ અભ્યાસ થયો છે, તે જણાવે છે કે વધુ પ્રમાણમાં દારૂ પીવાથી ઈન્ફેક્શનનો ખતરો પણ વધુ રહે છે. તેમની ઈમ્યૂનિટી નબળી પડે છે.યુકેમાં યુનિવર્સિટી ઓફ એડિનબરાના ઈમ્યુનોલોજિસ્ટ એલિએનોર રાઈલીએ કહ્યું કે વધુ પ્રમાણમાં શરાબ પીનારાઓને અનેક સમસ્યાઓ થાય છે અને નબળા ઈમ્યૂન ફંકશન તેમાંથી એક છે.

·         ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પોલ ક્લેનરમેને કહ્યું કે, જો લાંબા સમયથી તમે વધુ પ્રમાણમાં દારૂનો નશો કરો છો તો નિશ્ચિત રીતે ઈમ્યુનિટી પર તેની અસર પડશે. તે સ્પષ્ટ નથી કે શું ઓછા પ્રમાણમાં શરાબ લેવાથી પણ ઈમ્યુનિટી પર અસર પડે છે? આવામાં સાવધાની રાખવી જરૂરી છે. અલગ-અલગ દેશોમાં જૂદી જૂદી ગાઈડલાઈન બહાર પડી શકે છે.

·         જો કે, આપણે જો ભારતની વાત કરીએ તો એક પણ વેક્સિનના ટ્રાયલ્સમાં શરાબ પીવાની કે ન પીવાની સાવચેતી વોલન્ટિયર્સને આપવામાં નથી આવી. હાલ ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સિનના ફેઝ-3 ટ્રાયલ્સ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કરી રહ્યું છે. આ રીતે જ ભારત બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટીર, જેનોવા ફાર્મા, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ E જેવી કંપનીઓ પણ પોતપોતાના વેક્સિનના ટ્રાયલ્સ કરી રહી છે.

ભારતમાં એક્સપર્ટ શું કહી રહ્યાં છે?

·         ભારતમાં વિશેષજ્ઞોનું કહેવું છે કે શરાબનું સેવન કરવું હાનિકારક છે અને તેનાથી ગંભીર રોગ થઈ શકે છે, તેમાં કોઈ જ નવી વાત નથી. જે નિર્દેશ રશિયાએ જાહેર કરી છે, તે સામાન્ય પ્રકૃતિની છે. તેમનું ધ્યાન તો સામાન્ય રીતે રાખવું જ જોઈએ. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના ડાયરેક્ટર અને પ્રમુખ ડૉ. પ્રવીણ ગુપ્તાએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે વેક્સિનની અસર બે મહિના પછી ખ્યાલમાં આવશે. આ કારણે પણ સાવધાની રાખવી જરૂરી છે.

·         તો શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ નવી દિલ્હીમાં માઈક્રોબાયોલોજી વિષયના સીનિયર કન્સલટેન્ટ ડૉ. જ્યોતિ મટ્ટાનું કહેવું છે કે રશિયામાં જે નિવેદન સામે આવ્યા છે, તે વેક્સિનેશન પછી શરીરમાં મજબૂત ઈમ્યૂન રિસ્પોન્સ વધારવા માટેના છે. અત્યારસુધીમાં અમે સ્પુતનિક વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સની જાણકારી નથી. અમારે વિસ્તારથી એ પણ જોવું પડશે કે શરાબ પીવાથી વેક્સિનની અસર કઈ હદે ખતમ થઈ શકે છે?

 

adv

Related News

post
post
post
post
post
post
post