• Home
  • News
  • ઇલિયાના ડિક્રૂજે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો પુત્રનો ફોટો,કહી આ વાત
post

દંપતી તેમના પુત્રને કોઆ ફીનિક્સ ડોલન કહે છે. કોઆનો અર્થ બહાદુર કે યોદ્વા થાય છે. પોતાના પુત્રની સુંદર તસ્વીર શેર કરતાં ઇલિયાનાએ લખ્યું, "માત્ર 2 મહિના પહેલા."

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 17:53:06

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે આ વર્ષે જ એપ્રિલમાં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઇલિયાના તેના અંગત જીવન વિશે ખૂબ જ મૌન છે અને તાજેતરમાં તેણે તેની લવ લાઇફ માઇકલ ડોલનનો ખુલાસો કર્યો હતો. જોકે, હવે થોડા સમય પહેલાં જ એક પુત્રની માતા બનેલી ઇલિયાના અને તેના બોયફ્રેન્ડ માઇકલ ડોલને 1 ઓગસ્ટ, 2023 ના રોજ તેમના નાના રાજકુમારનું સ્વાગત કર્યું. માતા બન્યા બાદથી, ઇલિયાના તેના પુત્રને લઇને દરેક અપડેટ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે સતત શેર કરી રહી છે. 

ઇલિયાના ડી'ક્રૂઝે ગઈકાલે તેના ઇન્સાટગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં ઇલિયાના પોતાના પુત્રને તેના ખોળામાં પકડીને બેસી છે. દંપતી તેમના પુત્રને કોઆ ફીનિક્સ ડોલન કહે છે. કોઆનો અર્થ બહાદુર કે યોદ્વા થાય છે. પોતાના પુત્રની સુંદર તસ્વીર શેર કરતાં ઇલિયાનાએ લખ્યું, "માત્ર 2 મહિના પહેલા."

ઇલિયાના ડી'ક્રૂઝ વર્કફ્રન્ટ

ઇલિયાના છેલ્લે રેપર બાદશાહના ગીત સબ ગજબના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તે અભિષેક બચ્ચન સાથે 'ધ બિગ બુલ'માં પણ જોવા મળી હતી. આ ફિલ્મ કુકી ગુલાટી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને અજય દેવગન દ્વારા નિર્મિત કરવામાં આવી હતી, તે ટૂંક સમયમાં રણદીપ હુડા સાથે અનફેર એન્ડ લવલીમાં જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post