• Home
  • News
  • મોરબી દુર્ઘટનાની અસર: અમદાવાદ ખાતે અટલ બ્રીજ ઉપર મુલાકાતીઓની સંખ્યા ઉપર અંકુશ
post

જો મુલાકાતીઓની સંખ્યા વધી જાય તો તેમણે બ્રીજની મુલાકાત માટે હવેથી પ્રતીક્ષા કરવી પડશે એવું આ યાદીમાં જણાવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 18:25:10

અમદાવાદ: મોરબી ખાતે ક્ષમતા કરતા વધારે મુલાકાતીઓ હાજર હોવાના કારણે ઝૂલતો પુલ તૂટી પડતા થયેલી હોનારતના પડઘાં હવે દેશભરમાં પડી રહ્યા છે. આ ઘટનાના કારણે ઓરિસ્સાના કટક ખાતેના ઝુલતા પુલને એક દિવસ માટે બંધ રાખી નવેસરથી ઇન્સ્પેકશન કરવાની જાહેરાત બાદ અમદાવાદની સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા અટલ બ્રીજ વોકવે ઉપર પણ મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 

સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અગમચેતીના ભાગ રૂપે બ્રીજની કેપેસીટી એકસાથે ૧૨,૦૦૦ મુલાકાતીઓની હોવા છતાં હવેથી બ્રીજ ઉપર વધુમાં વધુ ૩૦૦૦ મુલાકાતીઓને જ પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવે છે. એટલ બ્રીજ ઉપર એકસાથે ચાલી સાબરમતી નદીના એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે મુલાકાતીઓની સંખ્યા પ્રતિ કલાક ૩૦૦૦થી વધારે નહી રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. જો મુલાકાતીઓની સંખ્યા વધી જાય તો તેમણે બ્રીજની મુલાકાત માટે હવેથી પ્રતીક્ષા કરવી પડશે એવું આ યાદીમાં જણાવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post