• Home
  • News
  • ધર્મના નામે ઢોંગ: રેપ કેસમાં MPના મિર્ચી બાબાની ધરપકડ
post

મિર્ચી બાબાને મધ્યપ્રદેશના પૂર્વ CM અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:26:37

ભોપાલ: લોકસભા ચૂંટણી 2022માં દિગ્વિજય સિંહ માટે ચૂંટણી પ્રચાર કરીને ચર્ચામાં આવેલા વૈરાજ્ઞાનંદ ગિરી ઉર્ફે મિર્ચી બાબાની ભોપાલ મહિલા પોલીસે ધરપકડ કરી છે. મિર્ચી બાબા પર એક મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કેતે બાબાને એટલા માટે મળી હતી કારણ કે, તેને સંતાન નહોતા. બાબાએ તેનો જ ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. બાબાએ પીડિતાને ધમકી પણ આપી હતી કે, તે આ ઘટના વિશે કોઈને ન જણાવે. 

પીડિતાના નિવેદન બાદ કથિત સંત વૈરાજ્ઞાનંદ ગિરી ઉર્ફે મિર્ચી બાબા પર ધારા 376, 506 અને 342 હેઠળ FIR નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પીડિતા રાજધાની ભોપાલના પાડોશી જિલ્લો રાયસેનની રહેવાસી છે. તેમણે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, તેના લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા છે અને બાળકો નથી એટલા માટે તે બાબાના સંપર્કમાં આવી હતી. બાબાએ પૂજા-પાઠ કરીને સંતાન પ્રપ્તિ થવાનો દાવો કર્યો હતો. મહિલાને બોલાવીને ઈલાજના નામે નશાની ગોળી ખવડાવીને રેપ કર્યો હતો. આ ઘટના આ જ વર્ષે જુલાઈ મહિનાની છે. વિરોધ કરતા બાબા બોલ્યા કે- સંતાન પ્રાપ્તિ આ રીતે જ થાય. 

મહિલાએ સોમવારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ મિર્ચી બાબાની મોટી રાત્રે ગ્વાલિયરથી ધરપકડ કરી ભોપાલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેમની પૂછપરછ ચાલું છે. મિર્ચી બાબાને મધ્યપ્રદેશના પૂર્વ CM અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. MPની કમલનાથ સરકારમાં બાબાને રાજ્યમંત્રીનો દરજ્જો પણ મળ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post