• Home
  • News
  • મહાનગરોમાં નોકરીઓ ઘટી; અમદાવાદ, બેંગલુરુ, ચંડીગઢ જેવાં શહેરોમાં નોકરીઓ વધી, કોર્પોરેટ્સ પણ શિફ્ટ થઈ રહ્યા છે
post

ટીમલીઝે ટેક્નોલોજી, ઈ-કોમર્સ, કૃષિ અને ફાર્મા સેક્ટરમાં રોજગાર વધવાની સંભાવના વ્યક્ત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:13:31

નવી દિલ્હી: કોરોનાના કારણે દેશવ્યાપી લૉકડાઉનને કારણે પેદા થયેલી આર્થિક મહામંદી વચ્ચે હવે રોજગારના બજારમાં સારા સમાચાર આવ્યા છે. દેશની ટોચની મુખ્ય માનવ સંસાધન કંપની ટીમલીઝના તાજા રિપોર્ટ અનુસાર દેશનાં ચાર મહાનગરો છોડીને મેટ્રોના સ્વરૂપમાં ઉભરી રહેલાં શહેરોમાં રોજગારની તકો વધી રહી છે. નવાં શહેરોમાં બેંગલુરુ, હૈદરાબાદ, પુના, અમદાવાદ, ચંડીગઢ, કોચ્ચિ અને કોઈમ્બતુરમાં રોજગારની  તકો વધી રહી છે. આ શહેરોમાં 2018માં નોકરીઓ 12%ના દરે વધી રહી હતી અને જાન્યુઆરી 2020 આવતાં-આવતાં 18% પર પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર કોરોના પછીની સ્થિતિમાં પણ આ ટ્રેન્ડ જળવાઈ રહેશે. દેશનાં ચાર મહાનગર દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા હવે નવી નોકરી પેદા નથી કરી રહ્યાં.

યુવાનો માટે તકમાં વધારો
સરવે અનુસાર આ નવાં શહેરોમાં નવી નોકરીમાં 80% વધારો નોંધાયો છે. આ શહેરોમાં 9 સેક્ટરમાં નોકરીનો વિકાસદર ડબલ ફિગરમાં છે. બીજી તરફ 9માંથી 7 શહેરોમાં સેલરીનો ગ્રોથ પણ સારો રહ્યો છે. નોકરી બજારની અગ્રણી કંપની નોકરી ડોટ કોમઅનુસાર યુવાનો માટે જે ક્ષેત્રોમાં રોજગારની તકો ઝડપથી વધી રહી છે તેમાં ટેક્નોલોજી, આઈટી, એનાલિટિક્સ, ઈ-કોમર્સ અને ગેમિંગનો સમાવેશ થાય છે. દેશની ટોચની મેનેજમેન્ટ સ્કૂલોમાંથી સીધા નોકરી પર રાખવાની ઓફરના 20% કેસ પણ આ ક્ષેત્રોમાંથી જ છે.

એપ્રિલ મહિનો સૌથી ઠંડો રહ્યો
ટીમલીઝે અનુમાન જાહેર કર્યું છે કે હેલ્થકેર ઈન્ડસ્ટ્રી, ફાર્મા સેક્ટર, ઈ-કોમર્સ, એફએમસીજી અને રિટેલ કોમ્યુનિકેશન સેક્ટરોમાં તેજી જોવા મળશે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રો જેવાં કે, કૃષિ, એગ્રોકેમિકલ્સ, ઓટોમોબાઈલ્સ અને તેના સાથે જોડાયેલી સેવાઓ, બીપીઓ સેવાઓ, બાંધકામ અને રિયલ એસ્ટેટ, ઊર્જા ક્ષેત્રે પણ તેજી જોવા મળશે. જોબ સ્પીક્સ ઈન્ડેક્સ અનુસાર મહાનગરોમાં કોરોનાવાળા વિસ્તારોમાં એપ્રિલ મહિનામાં નોકરી બજારમાં સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. 

સરવેમાં લોકોએ કહ્યું, નોકરી શોધવામાં વધુ સમય લગાવશે 
જોબ માર્કેટ સાથે જોડાયેલી કંપની લિન્ક્ડઈનના તાજેતરના સરવે અનુસાર 42%  લોકોએ કહ્યું છે કે તેઓ નોકરી શોધવામાં વધુ સમય આપશે. 44%એ કહ્યું કે જોબ માર્કેટ સંકોચાઈ રહ્યું છે. 62%એ કહ્યું કે તેઓ ઓનલાઈન લર્નિંગ પર વધુ સમય લગાવશે. 83% લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ઓનલાઈન બાયોડેટા અને પ્રોફાઈલ અપડેટ કરશે. સરવેમાં કુલ 1049 લોકોએ ભાગ લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post