• Home
  • News
  • કોરોના દેશમાં:મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં જ 2.5 લાખ નવા દર્દીઓ મળ્યા, તેમાંથી લગભગ એક લાખ માત્ર 7 દિવસમાં જ પોઝિટિવ આવ્યા
post

પંજાબમાં કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લેતા ધોરણ 12 સુધીની તમામ શાળાઓ બંધ કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-15 10:11:17

મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપી ગતિ સૌથી વધુ ચિંતામાં વધારો કરી રહી છે. રવિવારે રાજ્યમાં 16,620 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. આ સંખ્યા 162 દિવસ પછી સૌથી વધુ છે. આ પહેલાં 30 સપ્ટેમ્બર 18,317 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા એક મહિનામાં અહીં અઢી લાખ દર્દીઓ વધ્યા છે. 14 ફેબ્રુઆરી સુધીમાં 20 લાખ 64 હજાર લોકોને અહીં સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 14 માર્ચે આ આંકડો 23 લાખ 14 હજાર પર પહોંચી ગયો છે. જેમાંથી 94,686 માત્ર 7 દિવસમાં જ પોઝિટિવ મળી આવ્યા છે.

ગત દિવસે 26 હજારથી વધુ કેસ આવ્યા હતા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,513 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 17,590સાજા થયા, જ્યારે 120 મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં કુલ 13 લાખ 85 હજાર લોકો આ મહામારીથી અસરગ્રસ્ત થયા છે. આ વચ્ચે 1 કરોડ 10 લાખ 5 હજાર સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 58 હજાર 762 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 લાખ 16 હજાર 297 હજાર લોકો સારવાર હેઠળ છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જઈને કહ્યું કે દરરોજ 400થી વધુ દર્દીઓ મળી આવવા તે ચિંતાજનક નથી, કારણ કે પોઝિટિવિટી રેટ હજી પણ 1%થી નીચે છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો આ કેસો જલ્દીથી લહેરમાં ફેરવાઈ શકે છે. ICMRમાં મહામારી વિજ્ઞાન અને કમ્યુનિકેશન રોગ વિભાગના પૂર્વ વડા ડો. લલીત કાંતે કહ્યું કે લોકોને તે બાબતે જાગૃત કરવા જરૂરી છે કે કોરોના હજી પણ અહીં છે.

પંજાબના સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી અરુણા ચૌધરીએ કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં લેતા આંગણવાડી કેન્દ્રો બંધ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન રાશન અને અન્ય સામાન આંગણવાડી કાર્યકરો અને મદદનીશો ઘરે-ઘરે પહોંચાડશે.

પંજાબના 8 જીલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. પટિયાલા, લુધિયાણા, જાલંધર, નવાંશહેર, હોશિયારપુર અને કપૂરથલા જીલ્લામાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.

પંજાબમાં પ્રિ-નર્સરીથી લઈને ધોરણ 12 સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણ પ્રધાન વિજય ઈન્દર સિંગલાએ જણાવ્યું હતું કે કોરોનાના વધતા જતા કેસો અને આગામી વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલુ રહેશે. શિક્ષકો શાળાઓમાં આવતા રહેશે. પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવશે.

6 રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
અહીં રવિવારે, 16,620 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 8,861 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને 50 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 23.14 લાખ લોકો કોરોના સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 21.34 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 52,861 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 1.26 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. કેરળ
અહીં રવિવારે 1,792 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 3,238 દર્દીઓ સાજા થયા હતા અને 15 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10.91 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 10.57 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમિત 4,397 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 29,474 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. મધ્યપ્રદેશ
અહીં રવિવારે 743 લોકો કોરોનાથી સંક્રમણ મળી આવ્યા હતા અને 513 દર્દીઓ સાજા થયા હતા તેમજ 2 લોકોના મૃત્યુ થયા હતા. રાજયમાં અત્યાર સુધીમાં 2.68 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે 3,887 દર્દીના મૃત્યુ થયા છે. 4,740 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.

4. ગુજરાત
અહીં રવિવારે 810 લોકોને સંક્રમણ લાગ્યું હતું અને 586 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.78 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2.69 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,424 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 4,422ની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં રવિવારે 250 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 125 દર્દીઓ સાજા થયા તેમનં એકનું મૃત્યુ થયું હતું. રાજયમાં અત્યાર સુધીમાં 3.22 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, જ્યારે 2,790 દર્દીઓના મૃત્યુ થયા છે. 2,453 દર્દીઓ સારવાર હેઠળ છે.

6. દિલ્હી
અહીં શનિવારે કોરોનાના 407 નવાં કેસ નોંધાયા હતા અને 350 દર્દીઓ સાજા થયા હતા અને 2 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.43 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.30 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,941 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 2,262 ની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post