• Home
  • News
  • કોરોના દેશમાં:24 કલાકમાં એક લાખથી વધારે નવા કેસ સામે આવ્યા, મહારાષ્ટ્રમાં રેકોર્ડ 57 હજાર પોઝિટિવ કેસ મળ્યા
post

PM મોદીએ કહ્યું- 5 ફોલ્ડ સ્ટ્રેટેજીથી સંક્રમણને રોકી શકાય; મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં કેન્દ્રીય ટીમોને મોકલાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-05 10:22:16

દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં મળેલા કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. રવિવારે કુલ 1.03 લાખ કેસ સામે આવ્યા છે. 52,825 દર્દી રિકવર થયા છે અને 477 દર્દીનાં મોત થયાં છે.

શનિવારે આશરે 93 હજાર કેસ આવ્યા હતા
દેશમાં શનિવારે 92,994 સંક્રમિતોની ઓળખ થઈ હતી. આ અગાઉ 17 સપ્ટેમ્બરના રોજ 96,787 લોકોમાં કોરોનાની પૃષ્ટિ થઈ હતી. મૃત્યની બાબતમાં પણ સતત બીજા દિવસે 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અગાઉ શુક્રવારે 713 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યાનો નવો રેકોર્ડ બન્યો
મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 57,074 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 222 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈમાં રવિવારે પ્રથમ વખત 11 હજારથી વધારે દર્દી મળ્યા. અહીં 11,163 કેસ મળ્યા છે. મુંબઈમાં એપ્રિલના પહેલા 4 દિવસમાં જ દરરોજ 8 હજારથી વધારે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે UP અને કર્ણાટકમાં 4,164 અને 4,553 સંક્રમિત મળ્યા છે. મહારાષ્ટ્રના અન્ય એક શહેર નાગપુરમાં આ સંખ્યા 4,110 છે. જ્યારે મૃત્યુ 62 જેટલાં નોંધાયાં છે.

PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કોરોના સંબંધિત મુદ્દાઓ અને વેક્સિનેશન પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, ગત દિવસોમાં કોરોનાના 93 હજાર કેસો સામે આવ્યા હતા, જેથી આ મીટિંગનું આયોજન કરાયું હતું. PMએ કહ્યું હતું કે કોરોના પર કાબૂ મેળવવા માટે લોકોમાં જાગૃતિ અને તેમની ભાગીદારી મહત્ત્વની ભૂમિકા ભજવશે. અગર 5 ફોલ્ડ સ્ટ્રેટેજી (ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ. ગાઈડલાઈન્સના અનુસાર વ્યવહાર અને વેક્સિનેશન)ને ગંભીરતાથી અપનાવાશે તો આ મહામારી પર રોક લગાવી શકાશે.

PMOના અનુસાર, આ બેઠકમાં મોદીએ સંક્રમણને કાબૂમાં લેવા માટે યોગ્ય ઉપાયો હાથ ધરવા અંગેનાં પગલાંની ચર્ચા કરી હતી, જેમાં એક્ટિવ કેસોની તપાસ અને કન્ટેન્મેન્ટ ઝોનના મેનેજમેન્ટમાં સમુદાયિક સ્વયંસેવકોની ભાગીદારી અંગે પણ ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ વધારે કેસવાળાં રાજ્યો અને જિલ્લાઓમાં મિશન મોડમાં કામ કરવાનું શરૂ કરવા સૂચવ્યું હતું. PMના આદેશ મુજબ સંક્રમણના નવા કેસોમાં ગતિ અને મૃત્યુઆંકને જોતાં મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં કેન્દ્રની ટીમ મોકલવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ગત 15 મહિનામાં દેશે કોરોના સામેના જંગમાં જે પ્રાપ્ત કર્યું છે એને અમે ખોવા નહીં દઈએ. આ મીટિંગમાં પ્રિન્સિપલ સેક્રેટરી, કેબિનેટ સેક્રેટરી, પ્રધાનમંત્રીના સેક્રેટરી જનરલ, સ્વાસ્થ્ય સચિવ, ડૉ. વિનોદ પૉલ, DG ICMR, કેન્દ્ર સરકારના સાયન્ટિફિક એડવાઈઝર અને નીતિ આયોગના સદસ્યોની સાથે અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

6થી 14 એપ્રિલ સુધી જાગૃતતા અભિયાન ચાલશે
6
થી 14 એપ્રિલ સુધી સરકાર કોરોનાની ગાઈડલાઈન્સ અનુસાર વ્યવહાર, માસ્કનો 100% ઉપયોગ, વ્યક્તિગત સફાઇ અને જાહેર સ્થળ/ વર્ક પ્લેસમાં સેનિટાઈઝેશન માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવાશે.

હોસ્પિટલોમાં બેડ અને ટેસ્ટિંગનું પર્યાપ્ત પરીક્ષણ થવું જોઈએ
પ્રધાનમંત્રીએ આવનારા દિવસોમાં હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, ટેસ્ટિંગ સુવિધા અને દર્દીઓને સમયસર હોસ્પિટલમાં સમયસર દાખલ કરવાની જરૂરત અંગે પણ વાત કરી. તેઓએ હેલ્થ કેર, ઈન્ફ્રાસ્ટ્રકચર, ઓક્સિજન અને વેન્ટિલેટરની ઉપલબ્ધતા કાયમ રાખવાની સાથે મૃત્યુદર ઓછો કરવા ઉપર પણ ભાર આપ્યો હતો.

તેની સાથે હોમ આઈસોલેશનમાં પણ હોસ્પિટલ જેવીજ ક્લિનિકલ સુવિધાઓના પ્રોટોકોલનું મેનેજમેન્ટ થાય તેનો ઉલ્લેખ કર્યો હતો. દરેક રાજ્યમાં સંક્રમણ ઊપર અંકુશ મુકવા માટે જે જગ્યાએથી વધુ કેસો સામે આવ્યા હોય, ત્યાં જરૂરી પ્રતિબંધોની સાથે યોગ્ય પગલાં લેવા માટે તાકીદ કરી હતી.

દેશમાં નવા કેસોનો વૃદ્ધિદર ભયજનક સપાટીએ
બેઠક દરમિયાન કરાયેલા પ્રેઝન્ટેશન થકી દેશમાં કોરોનાના કેસોનો વૃદ્ધિદર ભયજનક સપાટી પર છે. દેશમાં કોરોના સંક્રમણથી થયેલાં કુલ મોતના આંકડાઓમાં 10 રાજ્યની ભાગીદારી 91%થી વધુ છે. મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં હાલત ગંભીર છે.

ગત 14 દિવસોમાં દેશમાં સામે આવેલા કુલ કેસો પૈકી 57% કેસો અને 47% મોત મહારાષ્ટ્રમાં થયાં છે. અહીં ગત દિવસે નવા કેસની સંખ્યા 49 હજારને વટાવી ગઈ છે, જે પ્રથમ તબક્કાથી બમણી છે. આ દરમિયાન પંજાબમાં દેશના 4.5% અને છત્તીસગઢમાં 4.3% કેસો સામે આવ્યા છે. મૃત્યુદરની વાત કરીએ તો પંજાબમાંથી 16.3% અને છત્તીસગઢમાં 7%થી વધુ છે. કુલ કેસોના 91.4% અને 90.9 મોત અને 10 સૌથી વધુ પ્રભાવિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયાં છે.

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. શનિવારે અહીં 92,994 લોકો પોઝિટિવ મળી આવ્યા હતાં. આ દરમિયાન 60,059 લોકો સાજા થયા અને 514 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એક જ દિવસમાં મળી આવતા સંક્રમિતો વિશે વાત કરીએ તો, છેલ્લા 197 દિવસ (સાડા 6 મહિના) બાદ આટલી મોટી સંખ્યામાં સંક્રમિતો સામે આવ્યા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરના રોજ 92,574 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. મૃત્યુના કિસ્સામાં સતત બીજો દિવસે 500થી વધુ લોકોના મોત થયા હતા. આ પહેલા શુક્રવારે 713 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

દેશમાં અત્યારસુધીમાં 1.24 કરોડ લોકો મહામારીની ઝપેટમાં આવ્યા
દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.24 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. લગભગ 1.16 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.64 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 6.87 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         કોરોના વધતા જતા કેસોને જોતાં મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8ની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. રાજ્યનાં શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે શનિવારે જણાવ્યું હતું કે ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા વિના જ પાસ કરી દેવામાં આવશે. આગામી આદેશ સુધી તમામ શાળાઓ બંધ રહેશે.

·         બિહાર સરકારે 12 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિવારે CM નીતીશ કુમારની સમીક્ષા બેઠક બાદ તરત જ યોજાયેલી ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

·         ઓડિશામાં જગન્નાથ મંદિર 4 એપ્રિલથી દર રવિવારે સેનિટાઈઝ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, ભક્તો દર્શન કરી શકશે નહીં. આ નિર્ણય કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

·         નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ફારુકનો કોરોના રિપોર્ટ 30 માર્ચે પોઝિટિવ આવ્યો હતો.

6. મુખ્ય રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
શનિવારે અહીં 49,447 નવા દર્દી મળી આવ્યા છે. 37,821 દર્દી સાજા થયા અને 277 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 29.53 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 24.95 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 55,656 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 4.01 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. પંજાબ
શનિવારે અહીં 2,686 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,781 સાજા થયા, જ્યારે 49 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.48 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.16 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,032 લોકોના મોત થયા છે હાલમાં 25,314 લોકો સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી
શનિવારે અહીં 3,567 નવા કેસ આવ્યા હતા. 2,904 દર્દી સાજા થયા અને 10 લોકોનાં મોત નીપજ્યાં. આ રોગચાળાથી અત્યારસુધીમાં 6.72 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, 6.48 લાખ લોકો સાજા થયા છે અને 11,060 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હાલમાં 12,647 ની સારવાર ચાલી રહી છે.

4. મધ્યપ્રદેશ
શનિવારે અહીં 2,839 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 1,791 લોકો સ્વસ્થ થયા, જ્યારે 15 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.33 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2.79 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,029 મૃત્યુ પામ્યા છે. હાલમાં, 20,369 લોકો સારવાર લઈ રહ્યા છે.

5. ગુજરાત
શનિવારે અહીં 2,815 નવા કોરોના દર્દી મળી આવ્યા હતા. 2,063 દર્દી સાજા થયા, જ્યારે 13 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.15 લાખ લોકોને સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 2.96 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,552 દર્દી મૃત્યુ પામ્યા છે અને હાલમાં 14,298 લોકો સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
શનિવારે અહીં 1,675 નવા કેસ નોંધાયા હતા. 418 દર્દીઓ સ્વસ્થ થયા અને 3 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં લગભગ 3.37 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.23 લાખ સાજા થયા, જ્યારે 2,827 પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં 11,738 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post