• Home
  • News
  • ભાવવધારાની અસર:ગુજરાતમાં જૂન કરતાં જુલાઇમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 8.5 કરોડ લિટરનો ઘટાડો નોંધાયો પણ આવકમાં રૂ.305 કરોડનો વધારો
post

ભાવવધારાથી વેચાણ ઓછું પણ આવક વધી, 7 માસમાં 480 કરોડ લિટર વેચાણથી 6302 કરોડ વેટની આવક

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 09:41:48

છેલ્લા સાત મહિનામાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનું 480 કરોડ લિટર વેચાણ થયું છે. જેની સામે સરકારને પેટ્રોલ-ડીઝલના વેટમાંથી રૂપિયા 6302 કરોડની આવક થઇ છે. લૉકડાઉન દરમિયાન વેચાણમાં ત્રણ ઘણો ઘટાડો નોંધાયો હતો. જૂન મહિનામાં અનલૉક બાદ ફરી ગાડી પાટે ચઢી હતી. રાજ્યમાં અનલૉકના બે મહિનામાં છૂટછાટ એક પ્રકારની જ હતી છતાં પેટ્રોલ-ડીઝલના વેચાણ-આવકમાં ધરખમ ફેરફાર નોંધાયા છે. જૂન કરતાં જુલાઇમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 8.5 કરોડ લિટરનો ઘટાડો થયો હોવા છતાં પણ આવકમાં રૂપિયા 305 કરોડનો વધારો થયો છે.

જાણકારોના કહેવા મુજબ, પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવવધારાની અસર વેચાણમાં દેખાઇ આવે છે. જોકે, ઓછું વેચાણ છતાં વધુ ભાવના કારણે વેટની આવકમાં પણ વધારો થયો છે. કારણે વેચાણ ઓછું પણ આવકમાં વધારો થયો છે.

લૉકડાઉનના કારણે સરકારની આવકમાં ઘટાડો થયો છે. પેટ્રોલ-ડીઝલના વેટની આવકમાં પણ સરકારે રૂ. 8 હજાર કરોડ રૂપિયાના નુકશાનનો અંદાજ મુક્યો હતો. જેને કારણે ગત જૂન મહિનાની 16મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ લિટરે રૂ. બેનો વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પર હાલમાં 21% વેટ (વેલ્યૂ એડેડ ટેકસ) છે. 15 માર્ચથી 5 જૂન સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહોતા. 5 જૂન સુધી પેટ્રોલનો ભાવ રૂ. 77 આસપાસ હતો જ્યારે ડીઝલનો ભાવ રૂ. 68 આસપાસ હતો. 12 જૂને પેટ્રોલના ભાવ રૂ. 80ને પાર કરી ગયો હતા જયારે ડીઝલના ભાવ રૂ.70થી વધી ગયા હતા. પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસરખા પણ થઇ ગયા હતા. જાન્યુઆરીમાં કુલ 84.65 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post