• Home
  • News
  • કેરળમાં પોલીસના લાઠીચાર્જમાં કોંગ્રેસના નેતાને આંખે દેખાતું બંધ થયું
post

યુવા કોંગ્રેસના મહાસચિવ બિલાલ સમદ પર ઈડુક્કી જિલ્લામાં વિરોધ પ્રદર્શનો વખતે લાઠીચાર્જ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 10:55:19

કેરળના ઈડુક્કી જિલ્લામાં યુવા કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. એ વખતે પોલીસના લાઠીચાર્જમાં જિલ્લા યુવા કોંગ્રેસના મહાસચિવ બિલાલ સમદને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. પાર્ટી આ યુવા નેતાના ઈલાજનો ખર્ચ ઉઠાવશે.

ઈડુક્કી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ સી. પી. મેથ્યૂ પર હુમલો થયો હતો. એ હુમલાના વિરોધમાં યુવો કોંગ્રેસે જિલ્લામાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. વિરોધ પ્રદર્શનોમાં હિંસા થઈ હતી અને પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસના બેફામ લાઠીચાર્જમાં યુવા કોંગ્રેસના મહાસચિવ બિલાલને ગંભીર ઈજા થઈ હોવાનું કોંગ્રેસે કહ્યું હતું.

કોંગ્રેસના યુવા નેતાને આંખના ભાગે ગંભીર ઈજા થવાથી ૨૦ ટાંકા લેવા પડયા હતા. તેને એક આંખે દેખાતું જ બંધ થઈ ગયું હતું. પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે ઈજાગ્રસ્ત યુવા કોંગ્રેસના નેતાના ઈલાજનો બધો જ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે. ડોક્ટરોએ કહ્યું હતું કે બિલાલ સમદની એ આંખની રોશની પાછી આવે એવી શક્યતા નહીંવત છે.

કેરળમાં વિપક્ષના નેતા વીડી સતીષને કહ્યું હતું કે સરકારી તંત્ર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ઉપર દમન ગુજારે છે. રાજ્યભરમાં કોંગ્રેસના અસંખ્ય નેતાઓ પોલીસના લાઠીચાર્જમાં ઘાયલ થયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post