• Home
  • News
  • કોણ જવાબદાર?:રાજ્યમાં એક વર્ષમાં 16,503 અકસ્માતમાં 7428 લોકોએ જીવ ગુમાવ્યા, સૌથી વધુ અમદાવાદના
post

અકસ્માત પાછળ બેદરકારી, ઓવરસ્પીડ તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવ મુખ્ય કારણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:20:14

હાલમાં સમગ્ર રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે. લોકલ સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં પણ અધડક વધારો જોવા મળ્યો છે. દરરોજ 15થી વધુ લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જોકે એનાથી પણ વધારે લોકોના રોડ અકસ્માતના કારણે મોત નિપજ્યાં છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 20 જેટલા લોકો અકસ્માતના કારણે મોતને ભેટે છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો, 2019માં રાજ્યમાં કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા છે જેમાથી 7428 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત તેમજ મોત નોંધાયા છે.

બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ-વ્હીલરના સૌથી વધુ અકસ્માત
રોડ પર બેદરકરીપૂર્વક વાહન ચાલતા તેમજ રોડ પર સ્ટંડ કરતા યંગસ્ટરોના કારણે અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. 2018ની સરખામણીએ 2019માં અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હેવી વ્હીકલની સરખામણીએ બાઈક, સ્કૂટર તેમજ એક્ટિવા જેવા ટુ વ્હીલરના અકસ્માત વધારો નોંધાયા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. ગત વર્ષે કુલ 16503 રોડ અકસ્માત નોંધાયા હતા. જેમા 7428 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે 15,976 લોકોને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રેસિડેન્ટ એરિયામાં સૌથી વધુ અકસ્માતની ઘટના ઘટી
રાજ્યમાં મોટાભાગના અકસ્માત દિવસમાં થયા છે. જેમાં ખાસ કરીને સાંજે 5થી રાતના 10ની વચ્ચે સૌથી વધુ અકસ્માત નોંધાયા છે. ત્યારે રેસિડેન્ટ એરિયામાં સૌથી વધુ અકસ્માતની ઘટના ઘટી છે. ત્યારબાદ કોલેજ પાસે, ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોમાં બેફામ બાઈક તેમજ અન્ય વાહનો ચલાવનારના કારણે અકસ્માતની ઘટના સર્જાતી રહે છે. યંગસ્ટરો દ્વારા ઓવરસ્પીડ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચાલવવા પર તેઓની સાથે અન્ય લોકોના માથે પણ મોતનો ખતરો રહે છે. ત્યારે હાલનું ખરાબ વાતાવરણ પણ અકસ્માતનું કારણ બને છે. ગત વર્ષે કુલ અકસ્માતમાં 3.3 ટકા અકસ્માત ખરાબ વાતાવરણના કારણે નોંધાયા છે.

નેશનલ હાઈવે પર 12 ટ્રોમા સેન્ટર
ગુજરાતમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ નિવારી શકાય તે માટે આવા રોડ પર આવેલા 12 શહેરમાં ટ્રોમા સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જે મુજબ કચ્છમાં ભચાઉ, પાલનપુર, રાધનપુર, મોરબી, રાજકોટ, જેતપુર, પોરબંદર, વલસાડ, સુરત, ભરૃચ, વડોદરા અને હિંમતનગરમાં આ સગવડ છે. ડો. જેસવાણીના કહેવા મુજબ આ હજુ અપૂરતા છે. દર 100 કિમીના અંતરે આધુનિક ટ્રોમા સેન્ટર ઊભા કરાશે તો જ અકસ્માતમાં મૃત્યુઆંક ઘટાડી શકાશે.

ડ્રાઈવરની ભૂલને કારણે સૌથી વધુ અકસ્માત
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ-હુ)ના એક રિપોર્ટ પ્રમાણે અકસ્માતમાં જેટલા મોત થતા હોય છે તેમાં ૭૨.૬ ટકા કિસ્સામાં ડ્રાઈવરનો જ વાંક હોય છે. સાઈકલ ચાલકની ભૂલ માત્ર એક ટકો મોતમાં હોય છે, અન્ય ડ્રાઈવરની ભૂલને કારણે 4.8 ટકા લોકો મોતને ભેટે છે, પગપાળા જતા લોકોની ભૂલને કારણે 1.8 ટકા મોત થાય છે, 2.8 ટકાના મોતનું કારણ વાહનમાં ક્ષતિ હોય છે, રોડની ખરાબ હાલતને કારણે પણ 1.9 ટકા લોકોની જીવનરેખા ટૂંકાઈ જાય છે. જ્યારે 9.2 ટકામાં અન્ય કારણ હોય છે અથવા કારણની ખબર નથી પડતી હોતી.

વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીએ ભારતમાં સાત ગણા મૃત્યુ
ભારતમાં પ્રતિ ૧૦,૦૦૦ વાહને અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો ૧૪નો છે. જે ઘણા બધા વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીએ સાત ગણો વધુ છે. વળી, પ્રતિ એક લાખ વ્યક્તિએ ભારતમાં 8.7 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. જે યુકેમાં 5.6, સ્વીડનમાં 5.4 અને નેધરલેન્ડમાં 5.0નો આંક છે.

કયા શહેરમાં સૌથી વધુ અકસ્માત અને મોત

શહેર

અકસ્માત

મોત

ઈજાગ્રસ્ત

અમદાવાદ

1380

439

1148

રાજકોટ

575

170

439

સુરત

865

292

718

વડોદરા

697

158

551

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના અકસ્માતના આંકડા

વર્ષ

મોત

2019

7428

2018

1170

2017

985

2016

697

2015

719

 

adv

Related News

post
post
post
post
post
post
post