• Home
  • News
  • કાર્યવાહી:રાજકોટમાં SOGએ ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતા પંપ પરથી 11 હજાર લિટરથી વધુ પ્રવાહી સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
post

9200 લિટર અને 2500 લિટરનું અલગ અલગ પ્રવાહી જપ્ત કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-08 12:21:46

રાજકોટમાં SOGએ બાયોડિઝલ વેચાણ કરતા પંપ પર કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન SOGએ અલગ અલગ સ્થળ પરથી 9200 લિટર અને 2500 લિટરનું પ્રવાહી જપ્ત કરી 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ તો SOGએ સમગ્ર ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

SOG8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજકોટ SOGએ સાત હનુમાન નજીક આવેલા સોમનાથ બોરવેલ અને સોખડાના પાટીયા પાસે આવેલ એકતા એન્ટરપ્રાઈઝ પર રેડ કરી હતી. જે દરમિયાન સોમનાથ બોરવેલ પરથી જવલંતશીલ પ્રવાહી 9200 લિટર, ખાલી બેરલ અને 2 ફ્યુલ પંપ સહિત 6 લાખ 34 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ સોખડાના પાટીયા પાસે આવેલ એકતા એન્ટરપ્રાઈઝ પરથી જવલંતશીલ પ્રવાહી 2500 લિટર, 2 ફ્યુલ પંપ સહિત 2 લાખ 61 હજાર 304 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SOGએ પુરવઠા વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરી
SOG
એ બંને પંપ પરથી 8 લાખ 95 હજાર 904 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. SOGએ સમગ્ર ઘટનાની જાણ પુરવઠા વિભાગને કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે SOGની રેડ દરમિયાન સ્થળ પર ટ્રકમાં ગેરકાયદેસર ઈંધણ ભરતાં મળી આવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post