• Home
  • News
  • બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે એફિડેવિટ ઉપર ઉઠાવ્યા સવાલઃ આટલા બધા ચુકાદાઓ કેમ ટાંક્યા છે?
post

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આરોપીઓની મુક્તિનો બચાવ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-18 18:52:18

નવી દિલ્હીવર્ષ 2022ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારની હત્યાના 11 આરોપીઓને મુક્ત કરવા સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે. અરજી ઉપર સુનાવણી કરતા જસ્ટિસ અજય રસ્તોગીએ કહ્યું હતું કે, 'રાત્રે આ મામલે એક મોટી એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. અમે સવારે સમાચાર પત્રોમાં વાંચ્યું હતું.

તેમણે એફિડેવિટ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'જવાબમાં આટલા બધા ચુકાદાઓ કેમ ટાંકવામાં આવ્યા છે? તથ્યલક્ષી પાસાઓ ક્યાં છે? વિવેકબુદ્ધિનો ઉપયોગ ક્યાં છે?'

જસ્ટિસ રસ્તોગીએ કહ્યું હતું કે, મને સમજાતું નથી કે જવાબમાં તથ્યપૂર્ણ નિવેદન અને વિવેકબુદ્ધિનો ઉપયોગ ક્યાં છે? આટલા બધા ચુકાદાઓનો ઉલ્લેખ કરવાની જરૂર નહોતી.' ' અમે તેને વાંચતા પહેલા મીડિયામાં વાંચીએ છીએ.

સુપ્રીમ કોર્ટે અરજદારોને ગુજરાત સરકારની એફિડેવિટ પર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ગુજરાત સરકારની એફિડેવિટનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે. 

ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ SG તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, 'અજાણ્યા લોકો ફોજદારી કેસોમાં કોર્ટમાં જઈ શકતા નથી. અરજદારોને કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી, આ દલીલ તમામ અરજદારોને લાગુ પડે છે'. કોર્ટે આગામી સુનાવણી માટે 29 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. 

અરજીમાં ગેંગ રેપના આરોપીઓની સમય પહેલા મુક્તિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા 11 લોકોને 15 ઓગસ્ટના રોજ ગોધરાના ઉપલેટા ખાતેથી મુક્ત કરવામાં આવ્યા હતા. CBIને સખત વાંધો હોવા છતાં કેન્દ્ર સરકારે 11 આરોપીઓની મુક્તિ પર સહમતિ આપી હતી. ગુજરાત સરકારે 28 જૂનના રોજ કેન્દ્રની મંજૂરી માંગી હતી. આ કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આરોપીઓની મુક્તિનો બચાવ કર્યો છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post