• Home
  • News
  • છેલ્લા 70 વર્ષમાં દેશને 11,500 IAS મળ્યા, માત્ર 230 ગુજરાતી; 35% સનદી અધિકારી UP, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્રના
post

ઉ.પ્ર.માંથી 1231, બિહારમાંથી 949, રાજસ્થાનમાંથી 662 IAS અધિકારી આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-14 10:43:49

નવી દિલ્લી: દેશમાં 1951થી 2020 સુધી IAS અધિકારી બનેલા અંદાજે 11500થી વધારે અધિકારીઓમાંથી 30 ટકા હિસ્સો ચાર રાજ્યોનો જ છે જેમાં સૌથી વધારે 10.64 ટકા સાથે ઉત્તરપ્રદેશ, 8 ટકા સાથે બિહાર, 5.7 ટકા સાથે રાજસ્થાન, 5 ટકા ફાળા સાથે તમિલનાડુ છે. આ સંખ્યામાં ગુજરાતનો ફાળો 2 ટકા છે. અત્યાર સુધી ગુજરાતી હોય એવા અંદાજે 230 વ્યક્તિઓ IAS અધિકારી બન્યા છે.

હરિયાણાના સોનીપતમાં આવેલી અશોકા યુનિવર્સિટીની સ્વતંત્ર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા (TCPD) દ્વારા 1951થી 2020 સુધીના દેશના તમામ IAS અધિકારીઓની ડેટા બેન્ક તૈયાર કરવામાં આવી છે. જેમાં અધિકારીનું નામ, જન્મ તારીખ, કેડર, અલોટમેન્ટ વર્ષ, સર્વિસમાં જોડાયા તારીખ, મૂળ વતન, શૈક્ષમિક લાયકાત, નિવૃતિ સહિતની વિગતો આપવામાં આવી છે જેના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

અમુક કિસ્સાઓમાં અધિકારીઓની તમામ વિગતો નથી પણ મળી શકી. આ ડેટાના વિશ્લેષણના આધારે જોઇએ તો, ઉત્તરપ્રદેશની સંખ્યા 1231 છે. ગુજરાતી IAS અધિકારીઓમાં 6 અધિકારીઓ પી.એચ.ડી. થયેલા છે. 73 પોસ્ટ ગ્રેજ્યુએટ્સ છે જ્યારે 131 ગ્રેજ્યુએટ્સ છે. 1983ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સૌથી વધારે 20 ગુજરાતીઓ IAS માટે પસંદ થયા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી યુવાનો પણ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી રહ્યા છે અને IAS સિવાય પણ અન્ય કેડરમાં પસંદગી પામી રહ્યા છે. દેશમાં ક્રમની દ્રષ્ટિએ જોઇએ તો, આ બાબતે ગુજરાતનો ક્રમ 15મો છે.

IASમાં ગુજરાત કયા નંબરે?

રાજ્ય

IAS સંખ્યા

ઉત્તરપ્રદેશ

1231

બિહાર

949

રાજસ્થાન

662

મહારાષ્ટ્ર

628

તમિલનાડુ

574

આંધ્રપ્રદેશ

547

પંજાબ

542

દિલ્હી

514

ઓડીશા

428

હરિયાણા

417

મધ્યપ્રદેશ

406

પ. બંગાળ

243

કેરળ

388

કર્ણાટક

378

ગુજરાત

230

કુલ ભારત

11,569

ગુજરાતી IASની શૈક્ષણિક યોગ્યતા

લેવલ

સંખ્યા

ગ્રેજ્યુએટ

131

પોસ્ટ ગ્રેજ્યુએટ

73

પી.એચ.ડી.

6

ઉપલબ્ધ નથી

20

કુલ

230

​​​​​​​વર્ષવાર IAS બનેલા ગુજરાતીઓ

વર્ષ

IAS સંખ્યા

1983

20

1994

18

1992

13

1998

12

1997

11

2010

10

​​​​​​​હાલના 241 IASમાંથી 86 ગુજરાતી

ગુજરાતમાં ફરજ બજાવતા IASના સિવિલ લિસ્ટ 2021 મુજબ, હાલ 241 IASમાંથી 86 ગુજરાતી છે. રાજ્યના મોટભાગના જિલ્લામાં કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી ગુજરાતી છે. 1953ની બેચમાં પસંદ થયેલા બે ગુજરાતી IASમાં બન્ને મહિલા છે જેમાં પી.પી.ત્રિવેદીને આસામ કેડર ફાળવાયું હતું જ્યારે આર.એમ.શ્રોફને ગુજરાત કેડરમાં જ મુકવામાં આવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post