• Home
  • News
  • છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાં 12048 કરોડ તથા ડિઝલમાં 26682 કરોડની આવક થઈ
post

સીએનજીથી 389 કરોડ અને પીએનજીથી 126 કરોડની થઈ આવક થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 20:02:36

ગાંધીનગર: ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાંથી 12048.7 કરોડ તથા ડિઝલમાં 26682 કરોડની આવક થઈ છે. જયારે સીએનજીથી 389 કરોડ અને પીએનજીથી 126 કરોડની થઈ આવક થવા પામી છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર 13.7 ટકા જ્યારે ડીઝલ પર 14.9 ટકા તથા સીએનજી અને પીએનજી પર 15 ટકા વેરો વસૂલે છે. સરકારે વિધાનસભામાં પ્રશ્નનો જવાબ આપ્યો
રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમા એક સવાલના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ 2021 થી 2022 સુધી માં 6040.01 કરોડ ની આવક થઈ, જ્યારે ડીઝલમાં વર્ષ 2021 થી 2023 સુધીમાં. 12731.79 કરોડ રૂપિયાની આવક થઇ છે. CNGમાં વર્ષ 2021 થી 2022 સુધીમાં 191.75 કરોડ રૂપિયા ની આવક થવા પામી છે. જ્યારે PNG વર્ષ 2021 થી 2022 સુધીમાં 68.31 કરોડની આવક થઈ

પેટ્રોલ પર 13, ડિઝલ પર 14 અને CNG-PNGમાં 15 ટકા ટેક્સ
રાજ્ય સરકારે સવાલના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ 2022થી 23 સુધીમાં 6008.69 કરોડ, ડીઝલમાં વર્ષ 2022 થી 2023માં કુલ 13951.27 કરોડની આવક થવા પામી છે. CNGમાં વર્ષ 2022 થી 2023 માં કુલ 198.44 કરોડ તથા PNGમાં વર્ષ 2022 થી 2023 માં કુલ 58.09 કરોડની આવક થઈ છે. કુલ રકમની વાત કરીએ તો પેટ્રોલમાંથી 12048.7 કરોડ તથા ડિઝલમાં 26682 કરોડની આવક થઈ છે. જ્યારે CNGમાં 389 કરોડ અને PNGમાં 126 કરોડની આવક થઈ છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર 13.7 ટકા જ્યારે ડીઝલ પર 14.9 ટકા ટેક્સ વસૂલે છે. જ્યારે CNG અને PNG પર સરકાર  15 ટકા ટેક્સ વસૂલે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post