• Home
  • News
  • નદીના ભારે પ્રવાહની વચ્ચે હાથી એક કિમી સુધી તર્યો, મહાવત ડોક અને કાન પકડીને બેસી રહ્યો
post

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મહાવત હાથીની સાથે આવ્યો હતો. અચાનક જ ગંગામાં પાણી વધી ગયું અને બંને ફંસાઈ ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-13 17:29:34

બિહારના વૈશાલીના રાધોપુરમાં મહાવતને પોતાની પીઠ પર બેસાડીને હાથીએ તરીને ગંગા પાર કર્યાનો એક વીડિયો બહાર આવ્યો છે. મંગળવારે ગંગા નદીમાં અચાનક પાણી વધવાથી રાધોપુર ક્ષેત્રમાં હાથીની સાથે મહાવત ફંસાઈ ગયો હતો. એ પછી મહાવતે હાથીની સાથે ગંગાને પાર કરવાનો નિર્ણય લીધો હતો. એ પૂરના પગલે તોફાની બનેલી ગંગામાં હાથીની પીઠ પર બેસીને બીજા કિનારા સુધી પહોંચ્યો હતો.

મહાવતની પાસે પૈસા કે ખાવાનું પણ નહોતું
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મહાવત હાથીની સાથે આવ્યો હતો. અચાનક જ ગંગામાં પાણી વધી ગયું અને બંને ફંસાઈ ગયા હતા. હાથીને બહાર કાઢવા માટે મોટી હોડીની જરૂર હતી. મહાવતની પાસે ખાવાનો વધુ સામાન પણ નહોતો અને પૈસા પણ નહોતા. એ પછી તેણે હાથીની સાથે નદી પાર કરવાનું નક્કી કર્યું હતું.

હાથીનો કાન અને ડોક પકડીને બેસી રહ્યો હતો
મહાવત હાથીની ડોક પર કાન પકડીને બેસી રહ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘણી વખત એવું લાગ્યું કે બંને નદીના વહેણમાં તણાઈ જશે. હાથીએ રુસ્તમપુર ઘાટથી પટના જેઠુકી ઘાટની વચ્ચેનું એક કિલોમીટર જેટલું અંતર તરીને કાપ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post