• Home
  • News
  • ઉત્તર પ્રદેશમાં આવતીકાલે ચોથા તબક્કામાં 60 બેઠકો પર મતદાન
post

લખીમપુર ખીરી, રાયબરેલી, લખનઉ, ઉન્નાવ જેવા મહત્વપૂર્ણ વિસ્તારો સહિત નવ જિલ્લામાં વોટિંગ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-22 11:50:21

લખનઉ : ઉત્તર પ્રદેશમાં હવે પછીના ચોથા તબક્કા માટે મતદાન યોજાશે જેમાં મહત્વપૂર્ણ ગણાતા લખનઉથી લઇને લખીમપુર ખીરી વિસ્તારનો સમાવેશ થશે. આગામી 23મી તારીખે ચોથા તબક્કા માટે મતદાન યોજાશે. જે માટેના પ્રચાર પડઘમ શાંત પડી ગયા હતા. પ્રથમ ત્રણ તબક્કામાં કુલ 403માંથી 172 બેઠકોનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે ચોથા તબક્કામાં વધુ 60 બેઠકો પર મતદાન યોજાશે જેમાં નવ જિલ્લાઓનો સમાવેશ છે.  

ચોથા તબક્કામાં લખીમપુર ખીરી વિસ્તારનો પણ સમાવેશ થાય છે કે જ્યાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કાર ચડાવી દેવામાં આવી હતી જેમાં ચાર ખેડૂતોના અને એક પત્રકાર તેમજ ભાજપના ત્રણ કાર્યકર્તા માર્યા ગયા હતા. આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીશ મિશ્રા મુખ્ય આરોપી છે.  આ ઘટના બાદ આ વિસ્તારમાં ખેડૂતો ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

જેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે. આ ઉપરાંત લખનઉ, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનો ગઢ ગણાતા રાય બરેલીમાં પણ મતદાન યોજાશે.  ચોથા તબક્કાની 60 બેઠકોમાં સમાજવાદી પાર્ટીએ 58 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જ્યારે તેના સહયોગી ઓમ પ્રકાશ રાજબરની સુહેલદેવ સમાજ પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડશે.

જ્યારે બીએસપી અને કોંગ્રેસ બન્નેએ 60-60 ઉમેદવારોને આ તબક્કામાં ટિકિટ આપી છે તો ભાજપે પણ 57 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે તેના સહયોગી અપના દલને ત્રણ બેઠકો આપી છે. આ પહેલા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં હાલ જે બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે તેમાંથી ભાજપે નવમાંથી ચાર જિલ્લામાં જીત મેળવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post