• Home
  • News
  • રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના 5000 કેસ વધ્યાં, અડધા જૂનમાં જ 500 મોત, અત્યાર સુધી કુલ 1506 મોત
post

રાજ્યમાં 514 નવા કેસ 24,000ને પાર, અમદાવાદમાં 1212ના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 08:51:08

અમદાવાદ: ગુજરાતમાં સોમવારે 514 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને આ સાથે કોરોના સંક્રમણ પામેલાં લોકોનો કુલ આંક 24,104 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 339 દર્દીઓ સાજા થઇ ઘરે ગયાં છે જ્યારે 28 દર્દીઓના દુખદ મોત પણ થયાં છે. છેલ્લાં દસ દિવસમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના 4,987 કેસ નોંધાયાં જ્યારે 3,661 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં તથા 316 લોકોના મૃત્યુ થયાં છે.

સોમવારે થયેલાં મૃત્યુમાં અમદાવાદના 23, સૂરતના 4 અને અરવલ્લીના એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,506 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે. હાલ ગુજરાતમાં 71 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જો કે તેની સામે 5,855 દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓને જો વધુ કોઇ તકલીફ ન જણાય તો આવતાં એક સપ્તાહથી દસ દિવસના ગાળામાં રજા અપાશે.

ગુજરાતમાં 16,671 દર્દીઓએ કોરોના સામેની લડતમાં જીત હાંસલ કરી છે. આ તમામ લોકોને સાજાં થયા બાદ રજા અપાઇ છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ 70 ટકા નજીક છે. ગુજરાતમાં 2.92 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. ગુજરાતમાં મૃત્યુદરનું પ્રમાણ 6.3 ટકાની આસપાસ છે.

કોરોનામીટર

શહેર

નવા કેસ

કુલ દર્દી

ડિસ્ચાર્જ

અમદાવાદ

327

16967

11822

સુરત

64

2643

1883

વડોદરા

44

1597

1014

ગાંધીનગર

15

482

304

ભરૂચ

9

93

42

જામનગર

9

85

57

પંચમહાલ

7

126

86

જૂનાગઢ

4

47

29

સાબરકાંઠા

4

141

90

પાટણ

3

117

81

સુરેન્દ્રનગર

3

74

35

અરવલ્લી

2

146

121

મહેસાણા

2

187

118

વલસાડ

2

59

29

અમરેલી

1

28

10

આણંદ

1

129

107

બનાસકાંઠા

1

152

122

બોટાદ

1

67

55

કચ્છ

1

93

70

ખેડા

1

117

75

નર્મદા

1

32

23

નવસારી

1

40

27

 

adv

Related News

post
post
post
post
post
post
post