• Home
  • News
  • કોરોનાના વધતા કેસ બન્યા માથાનો દુ:ખાવો, આ રાજ્યની સ્થિતિ અત્યંત ચિંતાજનક
post

દેશભરમાંથી આજે પણ 40 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-29 10:10:35

નવી દિલ્હી: દેશભરમાંથી આજે પણ 40 હજારથી વધુ કોરોના (Coronavirus) ના નવા કેસ નોંધાયા છે. જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય. તેમાં પણ દક્ષિણી રાજ્ય કેરળમાં તો પરિસ્થિતિ અત્યંત વિકટ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જ્યાં સ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે ત્યાં કેરળમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના દૈનિક કેસ 22 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના 50 ટકાથી વધુ છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 43,509 કેસ નોંધાયા છે. જેમાંથી એકલા કેરળમાં જ એક દિવસમાં 22056 કેસ નોંધાયા છે એટલે કે કુલ કેસના 50 ટકાથી વધુ કેસ આ એક રાજ્યમાં નોંધાયા છે. કેરળનો સંક્રમણ દર હાલ 11.2 ટકા છે. કેરળમાં એક દિવસમાં 131 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. 

રિકવરી રેટ  97.38% થયો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ  97.38% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને 38,465 દર્દીઓએ માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,03,840 દર્દીઓ સારવાર હેઠળ છે. 

17 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી 17,28,795 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો હવે 46,26,29,773 પર પહોંચ્યો છે. 

જુલાઈમાં કેરળમા વધ્યા  કેસ
કેરળમાં જુલાઈ મહિનામાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસ ઘટીને 11 હજાર સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ અહીં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે દેશભરમાં બીજી લહેરનો પીક વીત્યા બાદ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. કેરળમાં આ અગાઉ મંગળવારે પણ 22 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યામાં મંગળવારે કોરોનાના 22129 નવા દર્દીઓ જોવા મળ્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post