• Home
  • News
  • IND VS SA:ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, સાઉથ આફ્રિકા 99 રનમાં જ ઓલઆઉટ; કુલદીપે 4 વિકેટ ઝડપી
post

સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-11 17:30:09

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવા 100 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમનો ધબડકો જોવા મળ્યો હતો, અને ટીમ 27.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો સિરાજ, સુંદર અને શાહબાઝને 2-2 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેન સર્વાધિક સ્કોરર રહ્યો હતો. તેણે 42 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ પછી જાનેમન મલાને 15 રન અને માર્કો જેનસને 14 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના કુલ 7 બેટરો ડબલ ડીજીટનો સ્કોર પણ કરી શક્યા નહોતા.

સાઉથ આફ્રિકાએ ભારત સામે વન-ડેમાં સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. આ અગાઉ 1999માં સાઉથ આફ્રિકા ભારત સામે 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા વોશિંગ્ટન સુંદરે અપાવી હતી. તેણે ક્વિન્ટન ડિકોકને 6 રને આઉટ કર્યો હતો. તો મોહમ્મદ સિરાજે જાનેમન મલાનને 15 રને આઉટ કર્યો હતો. તો રિઝા હેનરિક 21 બોલમાં 3 રન કરીને સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. તો એડન માર્કરમ 9 રને શાહબાઝ અહેમદનો શિકાર બન્યો હતો.

વોશિંગ્ટન સુંદર કેપ્ટન ડેવિડ મિલરને 7 રને આઉટ કર્યો હતો. તો કુલદીપ યાદવે એન્ડિલે ફેહલુકવાયોને ક્લિન બોલ્ડ કર્યો હતો. શાબહબાઝ અહેમદે હેનરિક ક્લાસેનને 34 રને આઉટ કર્યો હતો. કુલદીપ યાદવે પોતાની બીજી સફળતા મેળવતા બ્યોર્ન ફોર્ટ્યુનને LBW આઉટ કર્યો હતો. એનરિક નોર્કિયાને કુલદીપે બોલ્ડ કર્યો હતો. તો કુલદીપ યાદવે ચોથી વિકેટ ઝડપી હતી અને માર્કો જેનસને 14 રન આઉટ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post