• Home
  • News
  • પેંગોંગ પાસે ચીની સૈનિકોએ ફરી ઘૂસણખોરી કરી, ભારતીય સૈનિકોએ આપ્યો જડબાતોડ જવાબ
post

છેલ્લાં કેટલાંય સમયથી વાતચીત ચાલી રહી છે છતાંય પૂર્વ લદ્દાથમાં તણાવ ઓછો થઇ રહ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 11:58:44

ચીનની સાથે સતત વાતચીત જમીન પર અસર દેખાતી નથી. 2-30 ઑગસ્ટના રાત્રે ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં તાજા ઘર્ષણ થયું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની તરફથી મળતી માહિતી પ્રમાણે ચીની સૈનિકોએ વાતચીતની અંતર્ગત આ મુવમેન્ટ આગળ વધારી. પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર ચીની સૈનિકોની ગતિવિધિનો ભારતીય સેનાએ વિરોધ કર્યો. રિપોર્ટના મતે સેનાએ ચીનને આગળ વધવા દીધી નથી. ભારતે આ વિસ્તારમાં તૈનાતી વધારી દીધી છે. આ ઘર્ષણ બાદ ચુશૂલમાં કમાન્ડલ લેવલની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે.  15મી જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલ હિંસક ઝડપ બાદ ચીન બોર્ડર પર આ બીજી સૌથી મોટી ઘટના છે. અત્યાર સુધી તમામ જવાન સુરક્ષિત કહેવાય છે.

ચીને સમજૂતી તોડી, પછી ખદેડી દીધા

સરકારે એક નિવેદનમાં કહ્યું કે 29/30 ઑગસ્ટના રોજ રાત્રે ચીની સૈનિકોએ પૂર્વમાં બનેલી સહમતિનું ઉલ્લંઘન કર્યું. ચીની સેના એ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાની ફરી કોશિષ કરી છે. પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર ચીની સેના હથિયારોની સાથે આગળ વધી તો ભારતીય સેના એ માત્ર તેમને રોકયા જ નહીં પરંતુ પાછળ ખદેડી દીધા. પીઆઈબીના મતે ભારતે ઘર્ષણવાળી જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદની તરફથી આવેલા નિવેદનમાં કહ્યું કે ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે.

વાતચીત છતાંય ઘર્ષણ

છેલ્લાં કેટલાંય સમયથી વાતચીત ચાલી રહી છે છતાંય પૂર્વ લદ્દાથમાં તણાવ ઓછો થઇ રહ્યો નથી. ભારતીય સેનાનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે ચીનને એપ્રિલથી પહેલાવાળી સ્થિતિને પાછી કરવી જોઇએ. સૈન્ય સ્તર પર વાતચીત સિવાય વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મિકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશનની પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કંપલીટ ડિસએંગજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયું છે પરંતુ જમીની સ્તર પર તેની અસર થઇ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post