• Home
  • News
  • ગલવાન બાદ થઈ વધુ હથિયારોની ખરીદી:સેનાને 300 કરોડ સુધીના હથિયારો ખરીદવાની છૂટ અપાઈ, 39 હજાર કરોડના સાધનો આવશે, 1 હજાર કિમી સુધી ટાર્ગેટ કરી શકે તેવી મિસાઈલ બનશે
post

જુલાઈમાં સરકારે 38,900 કરોડ મંજૂર કર્યા છે, તેમાંથી 21 મિગ-29 અને 12 સુખોઈ ખરીદવામાં આવશે, 59 મિગ-29 અપગ્રેડ પણ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 11:43:17

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થતાં થતાં ફરી વધી ગયો છે. બંને દેશોની સેનાઓ પહેલીવાર 5 મેના રોજ આમને સામને આવી ગઈ હતી. ત્યારપછી 15-16ની રાતે ફરી હિંસક ઝપાઝપી થઈ હતી. ત્યારપછી વાતચીત શરૂ કરવામાં આવી હતી અને તણાવમાં થોડી શાંતિ જોવા મળી હતી. પરંતુ હવે ફરી બંને સેનાઓ આમને-સામને આવી ગઈ છે. લદ્દાખમાં ગલવાન ઘાટીમા થયેલી ઝપાઝપી પછી ભારતે ઘણી મહત્વની ડિફેન્સ ડીલને મંજૂરી આપી છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ફ્રાન્સથી 5 રાફેલ પણ ભારત આવ્યા છે. સૌથી મહત્વનો નિર્ણય જે સરકારે તણાવની વચ્ચે કર્યો છે તે છે સેનાને હથિયાર ખરીદીમાં છૂટ આપવાનો. 15 જુલાઈએ ડિફેન્સ મિનિસ્ટ્રીની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે DACએ ત્રણ સેનાને 300 કરોડ રૂપિયા સુધીના હથિયાર ખરીદવાની છૂટ આપી છે. એટલે કે જો હવે સેના ઈચ્છે તો 300 કરોડ સુધીના હથિયાર અથવા સાધનો સરકારની મંજૂરી વગર પોતાના સ્તરે જ ખરીદી શકે છે. જોકે તેના માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત ત્રણેય સેનાઓએ 6 મહિનાની અંદર જ ઓર્ડર આપવાનો રહેશે. તેની ડિલીવરી પણ 1 વર્ષની અંદર થઈ જવી જોઈએ.

આ સિવાય 15 જૂનથી લઈને અત્યાર સુધી સરકારે કઈ-કઈ ડિફેન્સ ડીલ કરી? શું ખરીદવાની મંજૂરી આપી? આવો આ રિપોર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ...

38,900કરોડ રૂપિયાની મંજૂરી, તેમાં 33 નવા વિમાન આવશે

·         સેનાની જરૂરિયાતને સમજીને DAC2 જુલાઈએ 38,900 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. તેમાં 33 લડાકુ વિમાન, મિસાઈલ સિસ્ટમ અને ડિફેન્સના સાધનોની ખરીદી કરવામાં આવશે.

·         વાયુસેના માટે રશિયાથી 21 મિગ-29 અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)થી 12 સુખોઈ વિમાન ખરીદવાની પણ મંજૂરી મળી ગઈ છે. તે માટે 18,148 કરોડ ખર્ચ કરવામાં આવશે. તે સાથે જ 59 મિગ-29ને પણ અપગ્રેડ કરવામાં આવશે.

 

1 હજાર કિમી સુધી ટાર્ગેટ કરી શકે તેવી મિસાઈલ બનાવાશે

·         DACએ લાંબા અંતર સુધી મારી શકે તેવી લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલના નિર્માણને પણ મંજૂરી આપી દીધી છે. આ ભારતની પહેલી લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ છે, જેની રેન્જ 1 હજાર કિમી સુધીની છે.

·         તે સિવાય સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાની પણ નવી રેજિમેન્ટ તૈયાર કરાશે. પિનાકાની ખાસિયત એ છે કે, તેમાંથી માત્ર 44 સેકન્ડમાં જ 12 રોકેટ છોડી શકાય છે.

·         આ જ રીતે અસ્ત્ર મિસાઈલમા નિર્માણ પણ ઝડપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી એરફોર્સ અને નેવીની તાકાત વઝશે. અસ્ત્ર મિસાઈલની રેન્જ 160 કિમી સુધીની છે.

ટેન્કો માટે માઈન્સ પ્લાઉ આવશે, 557 કરોડનો ખર્ચ થશે

·         20 જુલાઈએ જ રક્ષામંત્રી રાજનાથ સિંહની બેઠકમાં 1,512 માઈન્સ પ્લાઉ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 557 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવતા માઈનસ પ્લાઈસને ટી-90 ટેન્કો પર ફિટ કરવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે, ટેન્ક પર રહીને જ માઈન્સને ખોદીને કાઢી શકાશે.

·         રક્ષા મંત્રાલયે આ ડીલ ભારત અર્થ મૂવ્સ લિમિટેડ સાથે કરી છે અને 2027 સુધીમાં આ માઈન્સ પ્લાઉ મળી જશે. આ સમજૂતીમાં એ નક્કી છે કે, તે બનાવવા માટે જે સામાન જરૂરી છે તેમાંથી 50 ટકા સ્વદેશી હશે.

ઈઝરાઈલ પાસેથી હેરોન ડ્રોન અને સ્પાઈક બોમ્બ ખરીદાશે

·         ગલવાનમાં ઝપાઝપી પછી સરકારે સેના માટે રૂ. 500 કરોડનું ઈમરજન્સી ફંડ જાહેર કર્યું છે. આ ફંડ અંતર્ગત સેના ઈઝરાઈલ પાસેથી હેરોન ડ્રોન અને સ્પાઈક એન્ટી મિસાઈલની ખરીદી કરશે. ત્રણ સેના પાસે પહેલેથી જ હેરોન ડ્રોન છે.

·         હેરોન એનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી) ડ્રોનની ખાસિયત એ છે કે, તે એક સમયે બે દિવસ સુધી સતત ઉડાન ભરી શકે છે અને 10 કિમીની ઉંચાઈથી દુશ્મનની હરકત પર નજર રાખી શકે છે.

·         ગયા વર્ષે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી સેનાને 12 લોન્ચર અને 200 સ્પાઈક મિસાઈલ મળી હતી. તે સિવાય LAC સ્થિતિ બગડવાના સંજોગોમાં તેને ટક્કર આપવા સેના તરફથી પહેલાં જ સ્પાઈસ-2000 બોમ, અસોલ્ટ રાઈફલ અને મિસાઈલ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે તે ક્યાં સુધીમાં આવશે અને તેના માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે વિશે સેના કે સરકાર તરફથી કઈ જણાવવામાં આવ્યું નથી.

અમેરિકાથી 72 હજાર અસોલ્ટ રાઈફલ ખરીદવામાં આવશે

·         ઈમરજન્સી ફંડથી જ સેના અમેરિકાથી 72 હજાર SIG 716 અસોલ્ટ રાઈફલ ખરીદશે. અમેરિકા પાસેથી પહેલેથી જ 72 હજાર રાઈફલ સેનાની નોર્થન કમાન્ડ અને અન્ય ઓપરેશનલ વિસ્તારમાં તહેનાત સૈનિકોને મળી ચૂકી છે. આ રાઈફલ્સની બીજી બેચ ગણાશે.

·         SIG 716 અસોલ્ટ રાઈફલ ક્લોઝ અને લોંગ કોમ્બેટની લેટેસ્ટ ટેક્નીકથી ભરપૂર છે. સેના અત્યારે પણ ઈન્સાસ રાઈફલનો ઉપયોગ કરી રહી છે, તેમાં મેગ્ઝીન ટૂટવાની ઘણી ફરિયાદો સામે આવી છે. નવી રાઈફલ્સમાં આવી કોઈ સમસ્યા નથી.

·         ઈન્સાસ રાઈફલ્સમાંથી 5.56*45 મિમી કારતૂસ જ મારી શકાય છે, જ્યારે SIG 716 અસોલ્ટ રાઈફલમાં વધુ તાકાતવર 7.62*51 મિમી કારતૂસનો ઉપયોગ થાય છે.

2018-19માં ડિફેન્સ ઈક્વિપમેન્ટની ખરીદી પર 45 હજાર કરોડ કરતા વધારે ખર્ચ કર્યો
આ વર્ષે માર્ચમાં લોકસભામાં એક સવાલના જવાબમાં રક્ષા રાજ્ય મંત્રી શ્રીપાદ નાઈકે ડિફેન્સના સાધનો પર કરવામાં આવેલા ખર્ચ વિશે માહિતી આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે 2018-19માં ડિફેન્સ ઈક્વિપમેન્ટની ખરીદી પર 45,705 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


આટલું જ નહીં, માર્ચમાં જ આવેલી સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે કે સિપ્રીના રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયાનો બીજા નંબરનો દેશ છે જે સૌથી વધારે હથિયાર ખરીદે છે. આ રિપોર્ટ પ્રમાણે 2015થી 2019 વચ્ચે દુનિયામાં ડિફેન્સ સાથે જોડાયેલી જેટલી આયાત થઈ છે, તેમાં સૌથી વધારે 12 ટકા% સાઉદી અરબે કરી છે. ત્યારપછી 9.2 ટકા ભારતે ખરીદી કરી છે.
જોકે, એક વાત એવી પણ છે કે, ભારત ભલે ડિફેન્સના સાધનોની આયાત કરે પરંતુ સામે ભારતની ડિફેન્સ નિકાસ પણ વધી છે. એઠલે કે હવે આપણે અમુક દેશોને ડિફેન્સના સાધનો વેચી પણ રહ્યા છીએ. રક્ષા મંત્રાલયના હાલના ડેટા પ્રમાણે છેલ્લા 5 વર્ષથી આપણી ડિફેન્સ નિકાસ સતત વધી રહી છે.


વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે 2020-21માં સરકારે 15 હજાર કરોડ રૂપિયાના ડિફેન્સ નિકાસનો ટાર્ગેટ રાખ્યો છે. તેમાં 27 ઓગસ્ટ સુધી 2,963 કરોડની નિકાસ થઈ પણ ચૂકી છે.


2019-20માં દેશમાં 9,116 કરોડ રૂપિયાનું ડિફેન્સ એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે તે પહેલાં 2018-19માં 8,320 કરોડ રૂપિયાની ડિફેન્સ નિકાસ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post