• Home
  • News
  • ગલવાનની હિંસક ઝપાઝપીના 4 દિવસ પછી ચીને ભારતના 2 મેજર સહિત 10 જવાનને છોડ્યા
post

લદ્દાખના ગલવાનમાં 15 જૂને ભારત અને ચીન સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી, તેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 12:05:07

નવી દિલ્હી: લદ્દાખના ગલવાનમાં 15 જૂને ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઝપાઝપી થયા પછી શુક્રવારે એક નવી વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચીનની સેનાએ ભારતના 10 જવાનોને બંધક બનાવી દીધા હતા. ગુરુવારની વાતચીત પછી તેમને છોડી દેવામાં આવ્યા છે. જોકે આ વિશે સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40 સૈનિકોના મોત થયા છે. તેમાં યૂનિટ કમાન્ડર ઓફિસર પણ સામેલ છે. આ ઓફિસર એ જ ચીની યૂનિટના હતા જેણે ભારતીય જવાનો સાથે હિંસક ઝપાઝપી કરી હતી.

સેનાએ કહ્યું હતું-ગલવાનમાં 76 જવાન ઘાયલ થયા હતા
ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકોમાં થયેલી ઝપાઝપીમાં ઘાયલ કોઈ પણ જવાનની સ્થિતિ ગંભીર નથી. ન્યૂઝ એજન્સી ANIએ સેનાના સૂત્રો તરફથી આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 18 જવાન લેહ અને 58 સૈનિકો અન્ય હોસ્પિટલમાં દાખલ છે. તેમાં દરેકની સ્થિતિ સ્થીર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લેહ હોસ્પિટલમાં દાખલ 18 જવાન 15 દિવસમાં ડ્યૂટી પર પરત આવી જશે. જ્યારે અન્ય હોસ્પિટલોમાં દાખલ જવાનો એક સપ્તાહની અંદર ડ્યૂટી પર પરત ફરશે. તે ઉપરાંત સેનાએ એવું પણ કહ્યું છે કે, કોઈ પણ જવાન ગુમ નથી.

બંને દેશોના મેજર જનરલ વચ્ચે સતત 3 દિવસ બેઠક થઈ
ચીન  અને ભારતના મેજર જનરલે ગલવાન વિવાદનો ઉકેલ લાવવા માટે ગુરુવારે સતત ત્રીજા દિવસે બેઠક કરી હતી. આ મીટિંગ અંદાજે 6 કલાક ચાલી હતી. આ બેઠક ગલવાન ઘાટી નજીક જ કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં કયા મુદ્દે વાત થઈ તે હજી જાણવા મળ્યું નથી. આ પહેલાં બુધવારે થયેલી વાતચીતમાં બંને ઓફિસર્સ વચ્ચે સહમતી થઈ નહતી. મંગળવારે પણ બંને ઓફિસર્સ વચ્ચે ઝપાઝપી વિશે વાતચીત થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post