• Home
  • News
  • 'ભારત' મોદી-શાહ-ઠાકરેનું કે મારૂં નથી પણ આદિવાસીઓ અને દ્રવિડોનું છેઃ ઓવૈસી
post

4 પ્રદેશોમાંથી લોકો આવ્યા ત્યારે 'ભારત' બન્યું પણ BJP ફક્ત મુઘલોની પાછળ પડી રહે છેઃ ઓવૈસી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:22:29

ભિવંડી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર ખાતે આયોજિત રેલી દરમિયાન ઓવૈસીએ ભાજપ પર મુઘલોની પાછળ પડવાનો આરોપ લગાવ્યો હતો. 

ઓવૈસીએ કહ્યું હતું કે, આ ભારત ન મારૂં છે, ન ઉદ્ધવ ઠાકરેનું છે, ન મોદી અને શાહનું છે. ભારત જો કોઈનું હોય તો તે દ્રવિડો અને આદિવાસીઓનું છે. 4 જગ્યાઓએથી લોકો આવ્યા હતા અને ત્યારે ભારત બન્યું હતું પરંતુ ભાજપ ફક્ત મુઘલોની પાછળ પડ્યું રહે છે. 

મહારાષ્ટ્રના ભિવંડી ખાતે રેલી દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, અમને એમ કહેવામાં આવે છે કે, તમે બહારથી આવ્યા છો. એવો આરોપ લગાવાય છે કે, ભારતમાં ફક્ત મુઘલો આવ્યા પરંતુ 65,000 વર્ષ પહેલાથી પલાયન ચાલી રહ્યું છે. 

ઓવૈસીએ કહ્યું હતું કે, આફ્રિકા, ઈરાન, સેન્ટ્રલ એશિયા અને ઈસ્ટ એશિયાથી પણ લોકો આવ્યા હતા. એ બધા ભેગા થયા ત્યારે તો ભારત બન્યું. ફક્ત આદિવાસીઓ અહીંના છે અને દ્રવિડો અહીંના છે. આર્યો 4,000 વર્ષ પહેલા આવ્યા હતા પરંતુ ભાજપ ફક્ત મુઘલોની પાછળ પડ્યું છે. 

આ સાથે જ ઓવૈસીએ NCP પર પણ પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ એવો આરોપ લગાવ્યો કે, 'વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના લોકો કહી રહ્યા હતા કે, ઓવૈસીને મત ન આપતાં કારણ કે, ભાજપ અને શિવસેનાને રોકવાના છે. ચૂંટણી બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસે શિવસાને સાથે મળીને નિકાહ કરી લીધા. હવે તેમાં દુલ્હન કોણ છે એ મને નથી ખબર.' વધુમાં ઓવૈસીએ શિવસેના, કોંગ્રેસ અને NCP સાથે મળીને મહારાષ્ટ્રના લોકોનું લોહી ચૂસતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post