• Home
  • News
  • ભારતે તો અમેરિકાને પણ આ મામલે પછાડ્યું, 24 કલાકમાં 3 લાખથી વધુ કેસ, 2100થી વધુ મોત
post

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે. નવા કેસમાં રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે આ બધા વચ્ચે ભારતમાં કોરોનાએ દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-22 10:14:18

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે. નવા કેસમાં રોકેટ ગતિથી વધારો થઈ રહ્યો છે આ બધા વચ્ચે ભારતમાં કોરોનાએ દૈનિક કેસ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 

એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,59,30,965 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,34,54,880 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 22,91,428 લોકો સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2104 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,84,657 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ 13,23,30,644 લોકોને અત્યાર સુધી કોરોનાની રસી આપવામાં આવી છે. 

નવા કેસે તો અમેરિકાનો પણ રેકોર્ડ તોડ્યો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ ભારતમાં કોવિડ-19ના નવા કેસ પહેલીવાર 3 લાખને પાર કરી ગયા અને અમેરિકાના દૈનિક કેસનો રેકોર્ડ પણ તોડ્યો. આ અગાઉ 8 જાન્યુઆરીએ અમેરિકામાં સૌથી વધુ કોરોનાના કેસ 3 લાખ 7 હજાર 581 નોંધાયા હતા. 

અમેરિકા કરતા પણ વધુ ઝડપથી ભારતમાં વધી રહ્યા છે કેસ
ભારતમાં અમેરિકાથી પણ વધુ ઝડપથી નવા કેસની સંખ્યા વધી રહી છે અને 1 લાખ દૈનિક કેસથી 3 લાખ સુધી પહોંચવામાં ફક્ત 17 દિવસનો સમય લાગ્યો છે. આ દરમિયાન દૈનિક કેસની સંખ્યામાં પ્રતિદિન 6.76 ટકાની વૃદ્ધિ થઈ છે. અમેરિકામાં 1 લાખથી 3 લાખ સુધી દૈનિક કેસ પહોંચવામાં 67 દિવસનો સમય લાગ્યો હતો અને આ મામલે રોજનો વૃદ્ધિ દર 1.58 ટકા હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post