• Home
  • News
  • ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ મેચ હાર્યું, 360 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને, નંબર 2 ઓસ્ટ્રેલિયા કરતા 64 પોઈન્ટ્સ આગળ
post

કિવિઝે વેલિંગ્ટનમાં ભારતને 10 વિકેટે હરાવ્યું, મેચ જીતવા બદલ 60 પોઈન્ટ્સ મેળવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 11:42:57

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ મેચ હાર્યું છે. ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતને 10 વિકેટે હરાવી 2 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. આ મેચ જીતવા બદલ કિવિઝને 60 પોઈન્ટ્સ મળ્યા છે. તેઓ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં 120 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. જો તેઓ ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટ પણ જીતે તો તેમના 180 પોઈન્ટ્સ થઇ જશે. તેમજ તે સાથે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે આવી જશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ:

ક્રમ

ટીમ

મેચ

જીત્યું

પોઈન્ટ્સ

1

ઇન્ડિયા

8

7

360

2

ઓસ્ટ્રેલિયા

10

7

296

3

ઇંગ્લેન્ડ

9

5

146

4

પાકિસ્તાન

5

2

140

5

ન્યૂઝીલેન્ડ

6

2

120

6

શ્રીલંકા

4

1

80

7

દક્ષિણ આફ્રિકા

7

1

24

8

વેસ્ટ ઇન્ડિઝ

2

0

0

9

બાંગ્લાદેશ

3

0

0

ભારત સતત 7 ટેસ્ટ જીત્યા પછી હાર્યું
આ ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આઠમી મેચ હતી. તેઓ અગાઉની સાતમાંથી સાત ટેસ્ટ જીત્યા હતા. આ હાર છતાં તેઓ 360 પોઈન્ટ્સ પ્રથમ
સ્થાને છે. તેમજ ઓસ્ટ્રેલિયા કરતા 64 પોઈન્ટ્સ આગળ છે. ઓસ્ટ્રેલિયા 296 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને, ઇંગ્લેન્ડ 146 પોઈન્ટ્સ સાથે ત્રીજા અને પાકિસ્તાન 140 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે.

વિન્ડીઝ અને બાંગ્લાદેશનું ખાતું ખુલ્યું નથી
શ્રીલંકા 80 પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 24 પોઈન્ટ્સ સાથે સાતમા સ્થાને છે. વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ અનુક્રમે 2 અને 3 ટેસ્ટ રમ્યા છતાં હજી સુધી ખાતું ખોલી શક્યા નથી. તેઓ શૂન્ય પોઈન્ટ્સ સાથે આઠમા અને નવમા ક્રમે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post