• Home
  • News
  • વૈજ્ઞાનિકોનો સૌથી મોટો દાવો, ભારતમાં મેના મધ્ય સુધીમાં જાણો કોરોના પોઝિટીવના કેટલા કેસો નોંધાઈ શકે છે
post

૧૮ માર્ચ સુધીમાં માત્ર ૧૧,૫૦૦ ટેસ્ટ જ થઇ શક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 08:40:52

નવી દિલ્લી : કોરોના વાઇરસ મહામારીના આરંભિક તબક્કામાં અન્ય દેશોની તુલનામાં ભારતને કોવિડ-૧૯ના કન્ફર્મ કેસની સંખ્યાને નિયંત્રિત રાખવામાં સફળતા મળી છે. પરંતુ સંક્રમિતોની સંખ્યા આ દરે જ વધતી રહેશે તો મે મહિનાના મધ્યભાગમાં સંક્રમિત કેસોની સંખ્યા વધીને ૧૩ લાખ થઇ શકે છે.

તજજ્ઞો અને ડેટા વિજ્ઞાનીઓના બનેલા કોવિડ-૧૯ સ્ટડી જૂથના જણાવ્યા મુજબ ભારતમાં ટેસ્ટિંગનો દર ખૂબ જ નીચો છે. ૧૮ માર્ચ સુધીમાં માત્ર ૧૧,૫૦૦ ટેસ્ટ જ થઇ શક્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે કોવિડ-૧૯ની સારવાર માટે મંજૂરી પ્રાપ્ત કોઇ વેક્સિન કે ષધ નથી તેવા સંજોગોમાં ફેઝ-૨ અને ફેઝ-૩ ગંભીર પરિણામો લાવી શકે છે. ભારતની આરોગ્ય સેવાઓ પહેલેથી જ બેવડ વળેલી છેતેવામાં આવનારી સ્થિતિ તેને હચમચાવી શકે છે.


બીજા ફેઝમાં વાઇરસ વિસ્ફોટ સર્જે છે

વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઇટાલી અને અમેરિકા જેવા દેશમાં જોવા મળ્યું છે કે કોવિડ-૧૯ તબક્કાવાર ધીરેથી પ્રવેશીને અચાનક વિસ્ફોટક સ્થિતિ સર્જે છે. સ્ટડી જૂથનું કહેવું છે કે ભારતના આરંભિક ફેઝના ઉપલબ્ધ ડેટા આધારે તેમણે તારણો કાઢેલાં છે. આરંભિક ફેઝમાં ભારતમાં કેસોની સંખ્યા ઓછી હતી અને ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઓછું હતું.

માર્ચ ૧૯ સુધી ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં થતો રહેલો વધારો અમેરિકી પેટર્નને અનુસરી રહ્યો હતો. મહામારીના આરંભિક ૧૧ દિવસ દરમિયાન ઇટાલી અને અમેરિકા એમ બંનેમાં સંક્રમિતોની સંખ્યા બરોબરીની હતી.

હોસ્પિટલ બેડની સંખ્યા ટાંચી 

સામાન્ય દિવસોમાં પણ ભારતનું આરોગ્ય સેક્ટર દર્દીની સંભાળ માટે સંઘર્ષનો સામનો કરતું હોય છે. ભારતમાં પ્રતિ ૧૦૦૦એ હોસ્પિટલ પથારીની સંખ્યા ૦.૭ પથારી જ છે. ફ્રાન્સમાં આ પ્રમાણ ૬.૫દક્ષિણ કોરિયામાં ૧૧.૫ચીનમાં ૪.૨ઇટાલી ૩.૪બ્રિટન ૨.૯અમેરિકા ૨.૮ તો ઇરાન પ્રતિ ૧૦૦૦ લોકોએ ૧.૫ પથારીની ક્ષમતા ધરાવે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post