• Home
  • News
  • દેશનું અર્થતંત્ર બાઉન્સ બેક કરશે, આવતા વર્ષે ભારતનો GDP 9.5% રહેશે
post

જો કે આ વર્ષે વૃદ્ધિદરમાં પાંચ ટકા ઘટાડો થવાનું અનુમાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 08:49:17

નવી દિલ્હી: કોરોનાના કાળમાં ભારત માટે એક સુખદ સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્રને પડેલા ફટકા પછી દેશનું અર્થતં6 આવતા વર્ષે તેજીથી બાઉન્સ બેક કરી શકે છે. રેટિંગ એજન્સી ફિચે બુધવારે કરેલા અનુમાન પ્રમાણે, આવતા વર્ષે એટલે કે 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 9.5% રહેશે એવું અનુમાન કર્યું છે. 

ફિચ રેટિંગ્સે બુધવારે જાહેર અહેવાલમાં કહ્યું કે, ભારતના ફાઈનાન્સિયલ સેક્ટરની સ્થિતિ ભવિષ્યમાં ખરાબ ના થાય તો ગ્રોથ રેટમાં જબરદસ્ત તેજી આવી શકે છે. જોકે, કોરોના વાઈરસની મહામારીના કારણે નાણાકીય વર્ષ 2020-21માં ગ્રોથ રેટમાં ઘટાડો થવો સ્વાભાવિક હતો. આ કારણસર આ વર્ષે ગ્રોથ રેટમાં પાંચ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. 

ફિચે એશિયા પેસિફિક સોવરેન ક્રેડિટ ઓવરવ્યૂમાં કહ્યું છે કે, કોરોના વાઈરસની મહામારીને પગલે ભારતનું ગ્રોથ આઉટલુક નબળું પડ્યું છે. આ સાથે મહામારીના કારણે દેવું ખૂબ વધી ગયું છે, જેનાથી ભવિષ્યમાં અર્થતંત્રને પડકારોનો સામનો કરવો જ પડશે. આ વૈશ્વિક સંકટ પછી ભારતનો જીડીપી ગ્રોથ બીબીબી કેટેગરીથી ઉપર આવી શકે છે, પરંતુ એ માટે ફાઈનાન્સિયલ સેક્ટરને મંદીથી બચાવવું પડશે. 

અગાઉ એજન્સીઓએ ભારતનું રેટિંગ ‌Baa2થી Baa3 કર્યું હતું

·      ગયા અઠવાડિયે રેટિંગ એજન્સી મૂડીઝે કોરોના સંકટના કાળમાં અર્થતંત્રના ખસ્તા હાલ જોતા ભારતનું સોવરેન રેટિંગ ઘટાડી દીધું હતું. તેના કારણે ભારત સરકાર સામે પડકારો વધી ગયા છે અને આ પ્રકારના રેટિંગની અસર વિદેશી રોકાણ પર પણ પડે છે.  

·     આ પહેલા ભારતનું રેટિંગ Baa2 હતું, જેને ઘટાડીને Baa3 કરી દેવાયું હતું. રેટિંગની દૃષ્ટિએ આ સૌથી નબળું રોકાણ ગણાય. તેનાથી નીચે ફક્ત જંક એટલે કે સૌથી કંગાળ રેટિંગ જ હોય છે. મૂડીઝે કહ્યું કે, ભારત સામે ગંભીર આર્થિક સુસ્તીનો ભારે ખતરો છે, જેના કારણે રાજકોષીય ખાધને સંતુલિત રાખવાના લક્ષ્ય પર દબાણ વધી રહ્યું છે.

RBIએ અર્થતંત્ર પાટા પર લાવવા વિવિધ ઉપાય કર્યા 
નિષ્ણાતોના મતે, ત્રીજા ત્રિમાસિકમાં અનેક ક્ષેત્રો ફરી પહેલાની જેમ ધમધમતા થશે. અર્થતંત્રને મદદરૂપ થવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે વાર વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. લોંગ ટર્મ ઓપરેશન થકી લિક્વિડિટી વધારવાના પણ ઉપાય કરાયા છે. બેંકો અને એનબીએફસીમાં લિક્વિડિટી વધારવા માટે પણ અલગથી જોગવાઈઓ કરાઈ છે. આ સાથે સરકારે રૂ. 20 લાખ કરોડના પેકેજની પણ જાહેરાત કરી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post