• Home
  • News
  • ભારતનો પાસપોર્ટ નબળો પડ્યો:રેન્કિંગમાં 5 નંબર નીચે સરક્યો, પાકિસ્તાન પણ દુનિયાનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ; આ 6 દેશોનો પાસપોર્ટ સૌથી પાવરફૂલ
post

જાન્યુઆરીમાં પ્રથમ વખત અને જુલાઈમાં બીજી વખત ઈન્ડેક્સ બહાર પાડવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-19 19:15:12

ભારતનો પાસપોર્ટ નબળો પડી રહ્યો છે. પાસપોર્ટ રેન્કિંગ સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સે 2024 માટે પાસપોર્ટ ઈન્ડેક્સ જાહેર કર્યો છે. ભારત રેન્કિંગમાં 5 સ્થાન નીચે 85માં સ્થાને પહોંચી ગયો છે. 2023માં ભારત 80મા સ્થાને હતું. જો કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભારતીયો વધુ 5 દેશોમાં વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકશે. 2023માં, ભારતીયો 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો વધીને 62 થઈ ગયો છે.

તે જ સમયે, 6 દેશો પાસે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જેમાં જાપાન, સિંગાપોર, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને જર્મનીનો સમાવેશ થાય છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડેટા પર આધારિત છે.

પાકિસ્તાનીઓ માત્ર 34 દેશોમાં જ વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે
જ્યારે ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ ધરાવે છે. પાકિસ્તાનના પાસપોર્ટની રેન્કિંગ 101 છે. અહીંના નાગરિકો 34 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. આ તરફ લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ છતાં યુક્રેનનો પાસપોર્ટ ભારતના પાસપોર્ટ જ નહીં પરંતુ રશિયાના પાસપોર્ટ કરતાં પણ વધુ પાવરફુલ છે.

હેનલી એન્ડ પાર્ટનર્સની રેન્કિંગમાં યુક્રેનનો પાસપોર્ટ 32મા ક્રમે છે. અહીંના નાગરિકો 148 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જ્યારે રશિયન પાસપોર્ટનું રેન્કિંગ 51 છે. રશિયન નાગરિકો વિઝા વિના 119 દેશોની મુલાકાત લઈ શકે છે. 3 મહિનાથી હમાસ સાથે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલનો પાસપોર્ટ રેન્કિંગ 21 છે.

ટોપ 5 રેન્કિંગમાં મોટાભાગના યુરોપિયન દેશો
પાસપોર્ટ રેન્કિંગમાં પ્રથમ 5 સ્થાન પર યુરોપિયન દેશોનો દબદબો છે. આમાં ફિનલેન્ડ, સ્વીડન અને દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે, જેના નાગરિકો વિઝા સાથે 193 દેશોની યાત્રા કરી શકે છે. જ્યારે ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડના પાસપોર્ટને ત્રીજું સ્થાન મળ્યું છે.

પાવરફુલ પાસપોર્ટના મામલે UAEએ સૌથી મોટી છલાંગ લગાવી છે. UAEએ 2014થી તેના વિઝા-ફ્રી સ્કોરમાં 106 દેશો ઉમેર્યા છે, જેમાં UAE પાસપોર્ટ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 11માં ક્રમે છે. જ્યારે અમેરિકાનો પાસપોર્ટ 7માં અને બ્રિટનનો પાસપોર્ટ ચોથા ક્રમે છે. ચીનના પાસપોર્ટનું રેન્કિંગ 62 છે.

બીજી તરફ, અફઘાનિસ્તાનનો પાસપોર્ટ 104મા રેન્ક સાથે વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ છે. હેનલી એન્ડ પાર્ટનર્સના ચેરમેન ક્રિશ્ચિયન કેલિને જણાવ્યું હતું કે - 2006ની સરખામણીમાં, પ્રવાસીઓ હવે બમણા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. 2006માં, સરેરાશ પ્રવાસી પાસે 58 દેશોની વિઝા-મુક્ત મુસાફરી હતી. 2024માં આ સંખ્યા વધીને 111 થઈ જશે.

રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે?
આ રેન્કિંગ વર્ષમાં બે વાર જાહેર કરવામાં આવે છે. જાન્યુઆરીમાં પ્રથમ વખત અને જુલાઈમાં બીજી વખત ઈન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. હેનલી પાસપોર્ટ વિઝા ઈન્ડેક્સ વેબસાઈટ મુજબ - રીયલ ટાઈમ ડેટા આખા વર્ષ દરમિયાન અપડેટ કરવામાં આવે છે. વિઝા પોલિસીમાં ફેરફારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

કોઈ દેશનો પાસપોર્ટ ધારક અગાઉના વિઝા (prior visa) મેળવ્યા વિના કેટલા દેશોમાં જઈ શકે છે તેના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. આ માટે તેણે અગાઉથી વિઝા મેળવવાની જરૂર નહીં પડે.

adv

Related News

post
post
post
post
post
post
post