• Home
  • News
  • રક્ષા સચિવે કહ્યું- 200 ફાઇટર પ્લેન મેળવવાની પ્રક્રિયા ગતિમાં, HHL 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવીને આપશે
post

કરાર થયા બાદ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દર વર્ષે 8 થી 16 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 08:19:15

કોલકાતાસરકાર વાયુસેનાના ખાલી થઇ રહેલા ફાઇટર પ્લેનના ફ્લીટને પ્રોત્સાહન આપવા પ્રક્રિયા ઝડપી બનાવી રહી છે. વાયુસેનાને 200 ફાઇટર પ્લેન મળશે. તેના માટે હિન્દુસ્તાને એરોનોટિક્સ લિમિટેડ(HHL) સાથે એક કોન્ટ્રાક્ટ ફાઇનલ સ્ટેજમાં છે. HHL વાયુસેના માટે 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 1 બનાવશે.

 

રક્ષા સચિવ અજય કુમારે રવિવારે જણાવ્યું કે 110 અન્ય એરક્રાફ્ટના નિર્માણ માટે એક્સ્પ્રેશન ઓફ ઇન્ટરનેસ્ટ જાહેર કરી દેવાયું છે. તેના આધાર પર રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મોકલવામાં આવશે અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયા શરૂ થઇ જશે.

 

વર્ષે કરાર પર હસ્તાક્ષરની આશા- રક્ષા સચિવ
અજયકુમારે જણાવ્યું કે મોટાભાગે 200 વિમાનો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન અને જરૂરી માંગને પૂરી કરવા માટે HHL સાથે કોન્ટ્રાક્ટની પ્રક્રિયામાં ગતિ લાવવામાં આવી રહી છે. વાયુસેનાને ફાઇટર પ્લેન જલ્દીથી મળશે. HHL સાથે વર્ષે કરાર પર સહી થઇ જશે. કુમાર ભારતીય તટરક્ષક નૌકાઓને કમિશન કરવાના પ્રસંગે બોલી રહ્યા હતા.

 

કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર 7 મિગ-27 ગત વર્ષે રિટાયર થયા
તેમણે કહ્યું કે ડિઝાઇન ફાઇનલ થયા બાદ HHL દર વર્ષે 8 થી 16 એરક્રાફ્ટ બનાવશે. જો આઉટસોર્સિંગની જરૂરિયાત પડશે તો અમે તેને પણ આગળ વધારીશું. વર્તમાન સમયમાં એરફોર્સ પાસે સુખોઈ-30, મિરાજ 2000, મિગ-29, જગુઆર અને મિગ-21 બાઇસન ફાઇટર પ્લેન છે. 1999ના કારગિલ યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવનાર 7 મિગ-27ને ડિસેમ્બર 2019માં નિવૃત કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post