• Home
  • News
  • વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું, આગામી 21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉન, ઘરમાં રહો, ખુદ સુરક્ષિત રહો, દેશને સુરક્ષિત રાખો
post

કોરોના જેવી મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, કોરોનાનો એક જ મતલબ છેઃ "કોઈ રોડ પર ના નીકળે"

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 08:39:42

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં વિકરાળ બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશમાં આજે મધ્યરાત્રીથી ઓછામાં ઓછા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી
તમામ તૈયારીઓ અને પ્રયાસો છતા અનેક દેશોમાં પડકાર વધી રહ્યા છે. આ અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, ઈરાન જેવા દેશોના બે મહિનાના અભ્યાસથી પરિણામ જોવા મળે છે કે આ રોગમાંથી અસરકારક સામનો કરવા સામાજીક અંતર એકમાત્ર ઉકેલ છે. એટલે કે એક બીજાથી દૂર રહેવું, પોતાના ઘરે રહેવું. કોરોનાથી બચવા માટે અન્ય કોઈ વિકલ્પ કે માર્ગ નથી. કોરોનાને અટકાવવા માટે તેના સંક્રમણની સાઈકલને તોડવી પડશે. કેટલાક લોકો એવી ગેરમાન્યતા ધરાવે છે કે સોશ્યલ ડિસ્ટન્સ ફક્ત દર્દી માટે જ જરૂરી છે. આ વાત ખોટી છે. દરેક નાગરિક માટે, દરેક પરિવાર માટે, પરિવારના દરેક સભ્ય માટે છે. પ્રધાનમંત્રી માટે પણ આ બાબત એટલી જ લાગુ પડે છે. કેટલાક લોકોની ગેરમાન્યતા તમને ,તમારા માતાપિતા, બાળકો, પરિવાર, મિત્રોને અને આગળ જતા સમગ્ર દેશને મોટી મુશ્કેલીમાં નાંખી શકે છે. આ લાપરવાહી જારી રહેશે તો ભારતે તેની મોટી કિંમત ચુકવવી પડશે. આ કિંમત કેટલી ચુકવવી પડશે તેનો અંદાજ  કરવો મુશ્કેલ છે. છેલ્લા બે દિવસથી દેશના અનેક ભાગો લોકડાઉન કરાયા, રાજ્યોના પ્રયાસોને ગંભીરતાથી લેવા જોઈએ.

કો- કોઈરો- રોડ પરના- ના નિકલે બેનર દર્શાવી પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વિનંતી કરી

પ્રધાનમંત્રીએ કોરોનાને વર્તમાન પરિપ્રેશ્રમાં વ્યાખ્યાયિત કરતા કો- કોઈરો- રોડ પરના- ના નિકલે-નું એક બેનર દેશવાસીઓને બતાવી ઘરોની બહાર ન નિકળવા વિનંતી કરી હતી.

અન્ય દેશોના અનુભવો, નિષ્ણાતોને ધ્યાનમાં રાખી , આજ રાત 12થી સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન થવા જઈ રહ્યું છે. હિંન્દુસ્તાને બચાવવા, તમને, તમારા પરિવારને બચાવવા આજે રાત્રીથી ઘરમાંથી બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. દરેક જિલ્લા, દરેક ગામ અને વિસ્તારને લોકડાઉન કરવામાં આવે છે. આ એક પ્રકારનો કર્ફ્યુ છે. આ જનતા કર્ફ્યુથી વધારે સખત છે. કોરોના વાઈરસ સામે લડવા માટે આ ખૂબ જ આવશ્યક છે. ચોક્કસપણે આ લોકડાઉનની આર્થિક કિંમત દેશને ચુકવવી પડશે. પણ દરેક ભારતીયનું જીવન બચાવવું, તમારુ, તમારા પરિવારના જીવનને બચાવવું, મારી, સરકારની તથા દરેકની સૌથી મોટી પ્રાથમિકતા છે. માટે મારી તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે દેશમાં તમે જ્યાં પણ છો ત્યાં જ રહો. અત્યારની સ્થિતિને જોતા દેશમાં લોકડાઉન 21 દિવસ માટે હશે. આગામી 21 દિવસ દરેક નાગરિક, દરેક પરિવાર માટે ખૂબ જ જરૂરી છે. કોરોના વાઈરસના સંક્રમણની સાઈકલ તોડવા ઓછામાં ઓછા 21 દિવસ જરૂરી છે. જો આ 21 દિવસ નહીં સંભાળી શકીએ તો આ દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ જતો રહેશે. જો આ 21 દિવસ કાળજી નહીં રાખીએ તો આપણે સૌ ખતમ થઈ જશું. હું એક પ્રધાનમંત્રી તરીકે નહીં પણ પરિવારના સભ્યના નાતે આ વાત કહું છું.

 

પ્રથમ 1 લાખ સંક્રમણ 67 દિવસ, ત્યારપછી 2 લાખ 11 દિવસમાં, 3 લાખ ચાર દિવસમાં થયું
ડબ્લ્યુએચઓ કહે છે... સંક્રમિત એક વ્યક્તિ એક સપ્તાહ કે દસ દિવસમાં સેંકડો લોકોને અસર કરી શકે છે. તે આગની માફક ફેલાય છે. કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવામાંં 67 દિવસ લાગ્યા ત્યારબાદ 11 દિવસમાં વધુ એક લાખ સંક્રમિત થયા, ત્યારબાદ 2 લાખ સંક્રમિત લોકોથી 3 લાખ સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા. તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલી ઝડપથી ફેલાય છે. જ્યારે તે ફેલાવાની શરૂઆત થાય છે ત્યારે તેને રોકવું મુશ્કેલ છે. ચીન. અમેરિકા, ફ્રાંસ, ઈટલી, ઈરાન જેવા અનેક દેશમાં કોરોના ફેલાવાની શરૂઆત કરી ત્યારે સ્થિતિ બેકાબુ બન્યા. ઈટાલી હોય કે અમેરિકા આ દેશોની આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેમ છતાં આ દેશો કોરોનાનો પ્રભાવ ઓછો કરી શક્યા નથી

પ્રધાનમંત્રીએ કહ્યું- આપણી પાસે અન્ય કોઈ માર્ગ નથી, દેશ, નાગરિકોને બચાવવા આ કઠોર નિર્ણય જરૂરી છે

આપણે પણ એવું માનીને ચાલવુ જોઈએ કે આપણી સામે ફક્ત આ એક જ માર્ગ છે.. આપણે ઘરમાંથી બહાર નથી નિકળવાનું.... પછી ભલે ગમે તે થઈ જાય.... પ્રધાનમંત્રીથી લઈ ગામના નાના નાગરિકને લાગુ પડે છે. ઘરની લક્ષ્મણ રેખાનું ઉ્ંલ્લંઘન ન કરવામાં આવે તો જ આપણી બચી શકીએ છીએ. તેમણે કહ્યું કે ભારત આજે એવા સ્ટેજ પર છે કે જ્યાં આપણા આજના એક્શન નક્કી કરશે કે આ રોગની તીવ્રતા કેટલી ઓછી કરી શકાશે.આ સમય ડગલેને પગલે સંયમ રાખવાનો છે. તમારે યાદ રાખવાનું છે કે "જાન હૈ તો જહાન હૈ." આ ધૈર્ય અને અનુસાસનની ઘડી છે. જ્યાં સુધી દેશમાં લોકડાઉન છે ત્યાં સુધી પોતાનો સંકલ્પ, વચન નિભાવવાનો છે. તેમણે કહ્યું કે મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે તમે ઘરોમાં રહીને એવા લોકો વિશે વિચારો કે જે પોતાને જોખમમાં નાંખી સેવા કરી રહ્યા છે.

ડોક્ટર, નર્સપોલીસ, સફાઈકામદારો, મીડિયાકર્મીઓની સેવાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી

ડોક્ટર, નર્સ, તબીબી. એમ્બ્યુલન્સ ચલાવનાર, સફાઈકામદારો, મીડિયા કર્મીઓ આ તમામ મુશ્કેલ પરિસ્થિતિમાં બીજાની સેવા કરે છે. તમે એવા લોકો માટે પ્રાર્થના કરો કે જે તમારા વિસ્તારોને સેનિટાઈઝ કરે છે. જેને લીધે આ વાઈરસનુ નામ નિશાન મિટાવી દે છે. તમને માહિતી આપતા મીડિયાકર્મીઓનો પણ વિચાર કરો. તમારી આજુબાજુ પોલીસ કર્મચારીનો વિચાર કરો, જે તેમના પરિવારથી દૂર સતત ફરજ કરી રહ્યા છે. તેઓ ઘણી વખત કેટલાક લોકોના ગુસ્સાનો પણ ભોગ બને છે. કેન્દ્ર અને દેશભરની રાજ્ય સરકારો ઝડપથી કામ કરી રહી છે. લોકોને અસુવિધા ન હોય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. તમામ આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આગળ પણ કરવામા આવશે. તેમણે કહ્યું કે હું સમજી શકું છું કે આ ઘડી ગરીબો માટે આ સમય મુશ્કેલી લઈને આવી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સામાજીક સંસ્થાઓ તેમના  માટે કામ કરી રહ્યા છે. જીવન જીવવા માટે જે જરૂરી છે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવે તે સાથે જીવન બચાવવા માટે જે જરૂરી છે તેને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા દેશની સ્વાસ્થ્ય સુવિધા તૈયાર કરવા કેન્દ્ર સરકાર પગલા ભરી રહી છે. આરોગ્ય ક્ષેત્રની સંસ્થા, નિષ્ણાતો સાથે મળી કેન્દ્ર સરકાર નિર્ણય લઈ રહી છે.

તબિબિ સુવિધાઓ માટે સરકારે તાત્કાલિક રૂપિયા 15000 કરોડની જોગવાઈ કરી

કેન્દ્ર સરકારે આજે 15000 કરોડની જોગવાઈ કરીછે. તેનાથી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ, આઈસીયુ, વેન્ટીલેટર્સની સંખ્યા ઝડપથી વધારી શકાય. મેડિકલ, પેરામેડિકલ તાલીમ પણ આપવામાં આવશે. મે તમામ રાજ્યોને આગ્રહ કર્યો છે કે આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે. મને સંતોષ છે કે દેશનું ખાનગી ક્ષેત્ર પણ આ સંકટ અને સંક્રમણની ઘડીમા સાથે મળી આગળ આવશે. આ પડકારજનક સમયમાં સરકાર સાથે મળી આગળ આવે. જાણતા કે અજાણતા અફવા પણ ફેલાતી હોય છે...માટે કોઈ પણ પ્રકારની અફવા કે અંધશ્રદ્ધાથી બચવું. મારી તમને પ્રાર્થના છે કે આ બિમારીના લક્ષણોની સ્થિતિમાં ડોક્ટરોની સલાહ વગર કોઈ જ દવા ન લો. તે તમારા જીવનને જોખમમાં નાંખી શકે છે. મને વિશ્વાસ છે દરેક ભારતીય સરકાર ,સ્થાનિક પ્રશાસનના આદેશનું પાલન કરે. 21 દિવસનું લોકડાઉન લાંબો સમય છે. પણ તમારા જીવનની રક્ષા માટે, તમારા પરિવારની રક્ષા માટે એટલું જ મહત્વનું છે .આપણી પાસે આ જ એક માર્ગ છે. મને વિશ્વાસ છે કે દરેક હિન્દુસ્તાની સફળતા પૂર્વક આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવશે. આત્મવિશ્વાસ સાથે કાયદાનું પાલન કરી, પૂરી રીતે સંયમ રાખી વિજયનો સંકલ્પ કરી આ બંધનનો સ્વિકાર કરીએ

વડાપ્રધાનના ઉદબોધનના આ મુખ્ય અંશો છે. 

·         કો- કોઈરો- રોડ પરના- ના નિકલે

·         રાત્રીના 12 વાગ્યાથી આગામી 21 દિવસ લોકડાઉન રહેશે

·         સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની લપેટમાં આવી ચૂક્યા છે. 

·         સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એ જ દર્શાવે છે કે કોરોના વાયરસ ફેલાયા પછી તેને રોકવો અશક્ય છે. 

·         સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયા માટે લોકડાઉનનું હું એલાન કરું છું. 

·         દેશવાસીઓએ તેનું ચુસ્ત પાલન કરવું પડશે કારણ કે કોરોનાને હટાવવાનો તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. 

·         અમેરિકા, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મની જેવા સાધન સંપન્ન અને સમૃદ્ધ દેશો પણ કોરોનાનો પ્રભાવ ખાળી શક્યા નથી. 

·         આ દેશોના અનુભવ પરથી નિષ્કર્ષ નીકળે છે કે બીજા કે ત્રીજા સપ્તાહમાં જ કોરોનાને ફેલાતો રોકવો પડશે. 

·         કોરોનાનો એક જ મતલબ હું કરી રહ્યો છુંઃ કોઈ રોડ પર ના નીકલે. 

·         રોજેરોજે આપણે સંકલ્પ કરવાનો છે કે આપણે ખુદ સુરક્ષિત રહીએ, પરિવારને સુરક્ષિત રાખીએ અને દેશને સુરક્ષિત રાખીએ. 

·         આપણે સૌ ઘરમાં રહીને એ લોકો માટે પ્રાર્થના કરીએ જે પોતાની જાતને જોખમમાં મૂકીને ઈલાજ કરી રહ્યા છે. 

·         હોસ્પિટલમાં કામ કરી રહેલાં ડોક્ટરો, નર્સ, પેથોલોજિસ્ટ, વોર્ડબોય, એમ્બ્યુલન્સના ડ્રાઈવર એ દરેક પોતાની કે પરિવારની ચિંતા છોડીને બીજાની સેવા કરે છે. 

·         સ્વચ્છતા અને સેનિટાઈઝેશનના કામમાં જોડાયેલા દરેક કર્મચારીઓ સલામને પાત્ર છે. 

·         તમને સાચી માહિતી આપવા માટે સંક્રમણનું જોખમ ઊઠાવીને ચોવીશ કલાક કામ કરી રહેલાં મીડિયાકર્મીઓનો વિચાર કરો. 

·         રસ્તા પર ઊભા રહીને કાયદો અને વ્યવસ્થાની ચિંતા કરી રહેલાં પોલીસકર્મીઓની ચિંતા કરો. એમનો આભાર પ્રગટ કરો. 

·         ડબ્લ્યુએઓ કહે છે કે સંક્રમિત એક વ્યક્તિ એક સપ્તાહ કે દસ દિવસમાં સેંકડો લોકોને અસર કરી શકે છે. તે આગન માફક ફેલાય છે.

·         કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવામાંં 67 દિવસ લાગ્યા ત્યારબાદ 11 દિવસમાં વધુ એક લાખ સંક્રમિત થયા, ત્યારબાદ 2 લાખ સંક્રમિત લોકોથી 3 લાખ સુધી પહોંચવામાં ચાર દિવસ જ લાગ્યા.

·         તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલી ઝડપથી ફેલાય છે. જ્યારે તે ફેલાવાની શરૂઆત થાય છે ત્યારે તેને રોકવું મુશ્કેલ છે.

·         ચીન. અમેરિકા, ફ્રાંસ, ઈટલી, ઈરાન જેવા અનેક દેશમાં કોરોના ફેલાવાની શરૂઆત કરી ત્યારે સ્થિતિ બેકાબુ બન્યા. ઈટાલી હોય કે અમેરિકા આ દેશોની આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેમ છતાં આ દેશો કોરોનાનો પ્રભાવ ઓછો કરી શક્યા નથી. 

·         દેશમાં આવશ્યકતાના તમામ પગલાંઓ લેવાઈ રહ્યા છે. જરૂરી ચીજવસ્તુની અછત નહિ થાય. મેડિકલ સુવિધાઓ વધારી દેવાઈ રહી છે. હેલ્થકેર જ અત્યારે સમગ્ર દેશની પ્રાથમિકતા છે. 

·         અફવાઓ ફેલાવશો નહિ, અફવાઓ માનશો નહિ. કોઈપણ પ્રકારના સમાચાર ખરાઈ કર્યા વગર બીજાને મોકલશો નહિ. 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post