• Home
  • News
  • રાંચી ટેસ્ટ જીતી ભારતે રચ્યો ઈતિહાસ
post

રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 11:36:57

રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે. રમતના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને જીત માટે બે વિકેટની જરૂર હતી અને ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની ઇનિંગને સમેટવામાં વધુ સમય ન લીધો. ટીમ ઈન્ડિયાએ માત્ર 12 બોલમાં દક્ષિણ આફ્રિકાની બચેલી બે વિકેટ લઈ લીધી.

શાહબાજ નદીમે દિવસની પહેલા ઓવરના પાંચમા બોલે ડી બ્રૂઇનને સાહાના હાથે કેચ આઉટ કરાવી દીધો અને ત્યારબાદ તેણે લુંગી એન્ગિડીને પોતાની જ બોલિંગમાં કેચ પકડીને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ સમેટી લીધી. દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ 133 રને સમેટાઈ અને ભારતે ઇનિંગ અને 202 રને જીત નોંધાવી.

વિરાટ કોહલીની સેનાએ આ જીતની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી પહેલો કેપ્ટન બની ગયો છે જેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ, પુણે ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ દક્ષિણ આફ્રિકાને રાંચીમાં પણ કચડી દીધું. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પોતાની જમીન પર 32માંથી 26મી ટેસ્ટ જીતી છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2012થી પોતાના ઘરે ટેસ્ટ સીરીઝ હાર્યું નથી.

ભારતે પહેલી ઇનિંગ 9 વિકેટ પર 497 રનનો વિશાળ સ્કોર ખડકીને ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ 56.2 ઓવરમાં માત્ર 162 રને સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ફોલોઓન થયા બાદ ફરીથી બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો વધુ મોટો ધબડકો થયો હતો. ત્રીજો દિવસ પૂરો થતી વખતે આફ્રિકન ટીમે 8 વિકેટ ગુમાવીને 132 રન કર્યા હતા.નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ અગાઉની બે ટેસ્ટ મેચો જીતીને ત્રણ ટેસ્ટોની સીરીઝમાં 2-0થી સરસાઈ મેળવી લીધી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post