• Home
  • News
  • ગુવાહાટી / ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T-20 વરસાદના લીધે રદ થઇ
post

પિચને હેર ડ્રાયર અને ઈસ્ત્રીથી સૂકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-06 10:32:53

ગુવાહાટી  : ભારત અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમ ખાતેની પ્રથમ T-20 વરસાદના લીધે રદ થઇ છે. ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ પડતા મેચ શરૂ થઇ ન હતી. અમ્પાયરે 3 વાર નિરીક્ષણ કર્યું હતું, પરંતુ પિચ ભીની હોવાથી મેચ ન રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે પિચ સૂકાવવા હેર ડ્રાયર અને ઈસ્ત્રીનો ઉપયોગ કર્યો હતો. જોકે તેમ છતાં મેચ શરૂ થઇ શકી ન હતી. બંને ટીમ વચ્ચે બીજી T-20 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.

 જસપ્રીત બુમરાહ અને શિખર ધવન વાપસી કરી. ભારતના સ્ક્વોડમાંથી મનીષ પાંડે, સંજુ સેમસન, યૂઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું ન હતું. બીજી તરફ શ્રીલંકાએ પોતાની ટીમમાં અનુભવી એન્જલો મેથ્યુઝને સ્થાન આપ્યું નથી.

ભારતની પ્લેઇંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કપ્તાન) , શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, સુંદર, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહ

શ્રીલંકાની પ્લેઇંગ 11: ગુનતિલકા, ઓ ફર્નાન્ડો, આવિષ્કા ફર્નાન્ડો, રાજપક્ષ, કુશલ પરેરા (વિકેટકીપર), ધનંજય સિલ્વા, શનકા, ઇસુરુ ઉદના, હસરંગા, લસિથ મલિંગા (કપ્તાન) અને કુમારા

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post