• Home
  • News
  • હિંદ મહાસાગરમાં ભારતની જળસીમા પાસે ચીનના 2 યુદ્ધ જહાજ દેખાયા, ભારતીય નેવી એલર્ટ
post

હિંદ મહાસાગરમાં ભારતની જળસીમા પાસે ચીનના 2 યુદ્ધ જહાજ દેખાયા, ભારતીય નેવી એલર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 12:36:40

કાશ્મીરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે, બીજી બાજુ ચીન પાકિસ્તાનને મદદ કરીને ભારત સામે ષડયંત્ર કરી રહ્યું છે.થોડા દિવસો પહેલા સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ધક્કા મુક્કી પણ થઇ હતી, ત્યારે આ બધાની વચ્ચે હવે હિંદ મહાસાગરમાં ભારતની જળસીમાની નજીકમાં જ બે ચીની યુદ્ધ જહાજો જોવા મળ્યાં છે, જેના ફોટોગ્રાફ સામે આવ્યાં છે, નૌસેનાના P-81 ગુપ્ત વિમાનોએ દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના યુદ્ધ જહાજ શિયાન-32ને ટ્રેક કર્યું છે, ભારતના સર્વિલાંસ પ્લેને ચીની ચુદ્ધ જહાજના ઉપરથી ફોટો પણ લીધા છે, નૌસેનાના સૂત્રોનું માનીએ તો આ ફોટો સપ્ટેમ્બરના પહેલા 15 દિવસોનો છે. ચીનના આ યુદ્ધ જહાજ થોડા સમય બાદ જ શ્રીલંકાના જળક્ષેત્રમાં દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય દેખરેખ વિમાન P-81એ ચીનનું બીજું એક યુદ્ધ જહાજ ટ્રેક કર્યું છે, જે અદન ની ખાડીમાં એન્ટી-પાઇરસી મિશનમાં સામેલ હતું, ચીનનું આ જંગી જહાજ સોમાલીયન ચાંચિયાઓથી પોતાના દેશના વેપારીઓના હિતોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જે ભારતીય જળસીમાથી નજીક હતુ, જો કે મામલો કંઇ પણ હોય પરંતુ ભારતીય નેવી પણ ચીનના જહાજો જોતા જ એલર્ટ પર છે.અને હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post