• Home
  • News
  • ભારતીય વન ડે ટીમની જાહેરાત, ઇજાગ્રસ્ત ધવનની જગ્યાએ પૃથ્વી શૉ સામેલ; T-20માં આ ભૂમિકા સંજૂ સેમસનની
post

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સીરીઝનો પહેલો મુકાબલો 5 ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 09:38:29

BCCI ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની વન ડે સીરીઝ માટે 16 સભ્યોની ટીમ ઈન્ડિયાનું એલાન કર્યું છે. પૃથ્વી શૉને ઇજાગ્રસ્ત શિખર ધવનના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે જ્યારે T-20માં સંજૂ સેમસન તેની જગ્યા લેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારી બોલિંગનો નવદીપ સૈનીને ફાયદો મળ્યો છે. તેને પણ વન ડે ટીમમાં સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારત ત્રણ વન ડે રમશે. પહેલી વન ડે 5, બીજી 8 અને ત્રીજી મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે.

BCCI પહેલા T-20 ટીમની જાહેરાત કરી દીધી હતી. વન ડે ટીમની જાહેરાત આજે કરવામાં આવી છે. શૉએ અત્યાર સુધી કોઇ વન ડે રમી નથી. છેલ્લી વાર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓક્ટોબર 2018માં ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે તેણે પહેલી ઇનિંગમાં 70 અને બીજી ઇનિંગમાં 33 રન બનાવ્યા હતા. બે દિવસ પહેલા પૃથ્વીએ ન્યૂઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધ મુકાબલામાં 100 બોલ પર 150 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય વન ડે ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), પૃથ્વી શૉ, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકિપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ.

ભારતીય T-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), સંજૂ સેમસન, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકિપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, વોશિન્ગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

adv

Related News

post
post
post
post
post
post
post