• Home
  • News
  • ચીન બોર્ડર પર અઢી મહિના પછી ફરી શહીદી:મીડિયા રિપોર્ટ્સમાં દાવો- ચીન ઝપાઝપીમાં ભારતના સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના એક જવાન શહીદ, એક ઘાયલ
post

સેનાને 20 ઓગસ્ટથી જ ચીનના કાવતરાંની શંકા હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 11:37:47

લદ્દાખના દક્ષિણી પેંગોન્ગના વિવાદિત વિસ્તારમાં ચીન સાથે ઝપાઝપીમાં ફરી ભારતના એક જવાન શહીદ થયા છે અને એક ઘાયલ થયા છે. આ દાવો વિદેશી મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રામણે, આ જવાન મૂળ તિબેટીયન હતા અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF)માં તહેનાત હતા. 29-30 ઓગસ્ચની રાતે ચીનની નજીક 500 સૈનિકો એક પહાડી પર કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પહેલાં 5 જૂને લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી.

તેમાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર કાંટાળા તારથી હુમલો કર્યો હતો. તેમાં 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ અંદાજે 35 જેટલા જવાનોના મોત થયા હતા. જોકે તે વિશે હજી કોઈ ખુલાસો થયો નથી.

દેશ નિકાલ કરાયેલા તિબેટીયન સાંસદના સભ્યએ આ દાવો કર્યો
તિબેટીયન સાંસદના દેશ નિકાલ કરાયેલા સભ્ય નામગ્યાલ ડોલકર લધિયારીએ મંગળવારે AFP સમાચાર એજન્સીને જણાવ્યું કે, શનિવારે રાતે સંઘર્ષ દરમિયાન તિબેટિયન મૂળના જવાન શહિદ થયા છે. જોકે તેમણે આ જવાનનું નામ નથી જણાવ્યું. તેમણે એક જવાન ઘાયલ થયા હોવાની વાત પણ કરી છે.

ચીને 3 દિવસમાં 3 વાર ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો 29-30 ઓગસ્ટની રાત પછી 31 ઓગસ્ટે પણ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ (LAC) પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હતી. આગલા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બરે ફરી જાણવા મળ્યું કે, ચીની સૈનિકોએ ચુનાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ભારતીય સેનાએ તેમને ફરી નિષ્ફળ કર્યા.

સેનાને 20 ઓગસ્ટથી જ ચીનના કાવતરાંની શંકા હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાને ગયા મહિને જ ઈન્ટિલજન્સ ઈનપુટ મળી ગયા હતા કે ચીની સૈનિકો પેંગોન્ગ ઝીલના દક્ષિણમાં નવો મોરચો ખોલવાની શરૂઆત કરી રહ્યા છે. તેના આધારે જ ભારતીય સેનાએ એક સપ્તાહની તૈયારી કરી અને દક્ષિણી છેડે LAC પાસે જવાન તહેનાત કર્યા હતા. સેનાનું આ અનુમાન સાચુ નીકળ્યું અને ગલવાનથી લઈને પેંગોન્ગના ઉત્તરી છેડે અને દેપસાંગમાં 5 મહિનાથી ચીન જે ચાલ રમી રહ્યું તે હવે દક્ષિણી છેડે રમવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. 29-30 જાન્યુઆરીની રાતે ચીનના 500 સૈનિકો ઘૂસણખોરી કરવા પહોંચ્યા હતા પરંતુ ભારતીય જવાનોએ તેમનો આ પ્રયત્ન નિષ્ફળ ગણાવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post