• Home
  • News
  • સર્કિટ ખુલતા જ સેન્સેક્સ 3600 પોઈન્ટ તૂટ્યો, 20 મિનિટમાં રિકવર થયું; અત્યારે સેન્સેક્સ 800-નિફ્ટી 230 પોઈન્ટ ડાઉન
post

ભારતીય શેરબજારમાં 12 વર્ષ પછી લોઅર સર્કિટ વાગી, શરૂઆતમાં જ બજારો 10 ટકા તૂટતા 45 મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરી દેવાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-13 10:58:24

મુંબઈ : સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસે ખતરનાક સ્વરૂપ લઈ લીધું છે. આ કારણથી વૈશ્વિક શેરબજારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાનો ઘટાડો થયો હતો અને તેના કારણે ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. લોઅર સર્કિટ પછી પણ શેરબજાર ઘટાડા સાથે જ ખૂલ્યુ હતું. 45 મિનિટ ટ્રેડિંગ રોક્યા પછી જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 3300 અને નિફ્ટી 900 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે 20 જ મિનિટમાં માર્કેટમાં રિકવરી જોવા મળી હતી. અત્યારે સેન્સેક્સ 1048 અને નિફ્ટી 327 પોઈન્ટ ડાઉન છે.

અપડેટ્સ

10:30 AM: સેન્સેક્સ 1160 પોઈન્ટ ઘટીને 31,617ની સપાટીએ

10:22 AM: સેન્સેક્સમાં અત્યારે પણ 1481 પોઈન્ટનો ઘટાડો

10:10 AM: સર્કિટ પછીના પ્રીઓપન સેશનમાં સેન્સેક્સમાં 3600 પોઈન્ટ ઘટીને ખુલ્યો

9:23 AM: સેન્સેક્સમાં લોઅર સર્કિટ વાગી, 45 મિનિટ માટે ટ્રેડિંગ રોકવામાં આવ્યું. સેન્સેક્સ 3091 અને નિફ્ટીમાં 966 પોઈન્ટનો કડાકો આવ્યો

09.15 AM: શુક્રવારે બજાર ખુલતા જ 2534 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. થોડી વારમાં જ સેન્સેક્સ 3103 પોઈન્ટ ઘટીને 30,000ની સપાટી ગુમાવી દીધી હતી. બજારમાં આવેલા ઘટાડાના કારણે લોઅર સર્કિટ લગાવી દેવામાં આવી હતી. ત્યારપછી ટ્રેડિંગને 45 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. ત્યારે સેન્સેક્સ 29,687ની સપાટીએ પહોંચી ગયો હતો. આ જ રીતે નિફ્ટી 852 પોઈન્ટ ઘટ્યો હતો. થોડી વારમાં ઘટાડો વધીને 966.10 પોઈન્ટ થઈ ગયો હતો. નિફ્ટીએ 9000ની સપાટી ગુમાવીને 8624ની સપાટીએ આવી ગયો હતો. બજાર 10 ટકા કરતા વધારે ઘટે તો લોઅર સર્કિટ લગાવવામાં આવે છે.

નોંધનીય છે કે, શેરબજાર 2200 પોઈન્ટ અને નિફ્ટી 700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું હતું. ગણતીરીની મિનિટોમાં જ સેન્સેક્સમાં 3200 અને નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બજારો 10 ટકા તૂટ્યા હોવાથી 45 મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલાં 2008-09માં સબપ્રાઈમ મંદી કહેવાતી હતી ત્યારે ભારતીય શેરબજારમાં લોઅર સર્કિટ વાગી હતી.

આજે શેરબજારે 30,000ની સપાટી ગુમાવી દીધી છે અને તે 29,687ની સપાટી પર આવી ગયું છે. જ્યારે નિફ્ટી 9,000ની સપાટી ગુમાવી 8624ની સપાટીએ આવી ગયું છે. હવે હજારમાં 10.20 વાગે ટ્રેડિંગ શરૂ થશે. નોંધનીય છે કે, શેરબજારમાં 10 ટકા અથવા તેથી વધુ ઘટાડો આવે તો તેને લોઅર સર્કિટ કહેવામાં આવે છે અને તેના કારણે ટ્રેડિંગ થોડો સમય રોકી દેવામાં આવે છે.

અમેરિકન શેર માર્કેટ ડાઉ જોન્સમાં ગુરુવારે રાતે 2352 પોઈન્ટ (10 %) ઘટીને બંધ થયા હતા. સતત બીજા દિવેસે ઓપનિંગથી જ ઘટાડો જોવા મલ્યો હતો. ડાઉ જોન્સ ગુરુવારે સવારે એટલે કે ભારતીય સમય પ્રમાણે શુક્રવારે સાંજે 8 વાગે ઓપનિંગ સાથે જ 1943 પોઈન્ટ સુધી ઘટ્યો હતો.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકન બજારમાં થયેલા આ ઘટાડાની અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી છે. એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે સેન્સેક્સમાં 2919 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તેથી શંકા હતી જ કે શુક્રવારે પણ માર્કેટમાં ઘટાડો થઈ શકે છે. ડાઉજોન્સમાં ઘટાડો જોતા લોઅર સર્કિટ બ્રેકર લાગુ કરવામાં આવ્યું હતું અને તેના કારણે ગુરુવારે ટ્રેડિંગ 15 મિનિટ સુધી રોકવું પડ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post